પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા પર 1983થી 2008 સુધીના પોતાના જીવનની સફર શેર કરી છે. આમાં તેના જન્મદિવસ પર થયેલા અસ્થમાના એટેકથી લઈને બરેલીમાં તેના પ્રથમ મોડેલિંગ શૂટ સુધીની યાદોની ઝલક બતાવી છે. પ્રિયંકા ચોપરાએ સોમવાર, 17 ફેબ્રુઆરીના રોજ તેના ઇન્સ્ટાગ્રામ પર 15 ફોટા શેર કર્યા. આ ફોટાના કેપ્શનમાં તેણે જણાવ્યું કે કયા વર્ષમાં તેની સાથે શું થયું?