ચેમ્પિયન્સ ટ્રોફી બુધવારથી પાકિસ્તાન અને UAEમાં શરૂ થઈ રહી છે. તે પહેલા પણ ટીમ ઈન્ડિયાનો બોલિંગ કોચ મોર્ને મોર્કેલ દુબઈથી પોતાના દેશ સાઉથ આફ્રિકા પરત ફર્યો છે. આ પાછળનું કારણ વ્યક્તિગત હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ એવી અટકળો છે કે કદાચ મોર્ને મોર્કેલના પિતાનું અવસાન થયું છે. શનિવારે ટીમ સાથે પ્રેક્ટિસ મેચમાં સામેલ હતો
આ પહેલા, મોર્ને મોર્કેલ શનિવારે યુનાઇટેડ આરબ અમીરાત (UAE) પહોંચ્યો હતો. દરમિયાન, સોમવારે ભારતીય ટીમના પ્રેક્ટિસ સત્ર દરમિયાન મોર્ને મોર્કેલ હાજર નહોતો. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે મોર્ને મોર્કલનું ખરેખર શું થયું? ક્યારે જોડાશે, કોઈ સત્તાવાર માહિતી નથી
મોર્કેલ ક્યારે ટીમમાં જોડાશે અને શા માટે ગયો તે અંગે BCCIએ હજુ સુધી કોઈ માહિતી આપી નથી. ભારત તેની બધી મેચ ફક્ત દુબઈમાં જ રમશે. ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની પહેલી મેચ બાંગ્લાદેશ સામે રમશે. આ મેચ 20 ફેબ્રુઆરીએ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. ટીમની બીજી મેચ 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે અને ત્રીજી મેચ 2 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે હશે. ભારતને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ સાથે ગ્રૂપ-Aમાં રાખવામાં આવ્યું છે. ટુર્નામેન્ટની બે સેમિફાઈનલ 4 અને 5 માર્ચના રોજ રમાશે. ફાઈનલ 9 માર્ચે રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઇન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવ. રિઝર્વ: યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ અને શિવમ દુબે.