યુટ્યૂબર રણવીર અલ્હાબાદિયાએ ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં માતા-પિતા વિશે ખરાબ કોમેન્ટ કરી ત્યારથી તે મુશ્કેલીમાં મુકાયો છે. તેમની સામે ઘણા રાજ્યોમાં કેસ નોંધાયા છે. આ રદ કરાવવા માટે, યુટ્યૂબરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અંગે કોર્ટમાં સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટના ભારે ઠપકા બાદ, યુટ્યૂબરને ધરપકડમાંથી શરતી રાહત આપવામાં આવી છે. રણવીરને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી
સુપ્રીમ કોર્ટે યુટ્યૂબરને તેની અભદ્ર કોમેન્ટ્સ બદલ ઠપકો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, તેમના મગજમાં જ ગંદવાડ છે. આવા વ્યક્તિનો કેસ કેમ સાંભળીએ? લોકપ્રિય હોવાનો અર્થ એ નથી કે તમે કંઈપણ પર કોમેન્ટ કરો. તમે લોકોનાં માતા-પિતાનું અપમાન કરી રહ્યા છો. એવું લાગે છે કે તમારા મનમાં કોઈ ખૂણે ગંદકી ભરેલી છે. જે વિકૃત માનસિકતાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, તેનાથી આખો સમાજ શરમસાર અનુભવશે. કોર્ટે રણવીરને આદેશ આપ્યો છે કે તે પરવાનગી વિના દેશની બહાર જઈ શકશે નહીં. યુટ્યૂબરને પોલીસ સ્ટેશનમાં પોતાનો પાસપોર્ટ જમા કરાવવાનું કહેવામાં આવ્યું છે. રણવીરના વકીલ અભિનવ ચંદ્રચુડે કોર્ટને જણાવ્યું હતું કે યુટ્યૂબરને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેની જીભ કાપવા બદલ 5 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. આના પર કોર્ટે વકીલને અટકાવીને કહ્યું- શું તમે તેમના દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી ભાષાનો બચાવ કરી રહ્યા છો? કોર્ટે તેને ઠપકો આપ્યો અને કહ્યું, તમે તેનો બચાવ કરી રહ્યા છો કે તે અશ્લીલતા નથી. તો અશ્લીલતાના ધોરણો શું છે, અમને કહો. તો પછી શું તમે આ પ્રકારની માનસિકતા ક્યાંય બતાવી શકો છો? શું જ્જમેન્ટ તમને કંઈપણ કરવાનો પરવાનો આપે છે? શું છે આખો મામલો?
‘બિયર બાઇસેપ્સ’ તરીકે જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને પોડકાસ્ટર રણવીર અલ્લાહબાદિયા તાજેતરમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં દેખાયો હતો. આ શો તેના વિવાદાસ્પદ અને બોલ્ડ કોમેડી કન્ટેન્ટ માટે જાણીતો છે, પરંતુ આ વખતે શોમાં કંઈક એવું બન્યું, જેનાથી સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે થયા. રણવીરે શોમાં એક કન્ટેસ્ટન્ટને વાંધાજનક પ્રશ્નો પૂછ્યા હતા. રણવીરે એક સ્પર્ધકને એવો ગંદો સવાલ પૂછી નાખ્યો, જેનો અર્થ એવો થતો હતો કે ‘શું તમે તમારાં માતા-પિતા સાથે અંગત પળો માણશો?’ આ અને આ સિવાય પણ શોમાં ભરપૂર ગંદી કમેન્ટ્સ હતી. એને લીધે ખાસ કરીને યંગસ્ટર્સમાં આ સુપરહિટ શો અત્યારે વિવાદમાં આવ્યો છે. આ શો સામે હવે મુંબઈ હાઇકોર્ટના એડવોકેટ આશિષ રાય અને પંકજ રાયે મહિલા આયોગને પણ ફરિયાદ મોકલી હતી. (સમાચાર સતત અપડેટ થઈ રહ્યા છે)