પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ પર પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, ‘આ મહાકુંભ ‘મૃત્યુકુંભ’માં ફેરવાઈ ગયો છે.’ હું મહાકુંભ અને પવિત્ર ગંગા માતાનો આદર કરું છું. તેમણે કહ્યું હતું કે મહાકુંભ માટે કોઈ આયોજન કરવામાં આવ્યું નથી. ભાગદોડમાં ઘણા લોકો માર્યા ગયા હતા, પરંતુ તેમના વિશે કંઈ જાણી શકાયું નથી. ઘણા લોકો નથી મળતા. તેમણે કહ્યું હતું કે મહાકુંભમાં ધનિકો અને VIP લોકો માટે 1 લાખ રૂપિયા સુધીના તંબુ ઉપલબ્ધ છે. ગરીબો માટે કોઈ આયોજન નથી. મેળામાં નાસભાગની સ્થિતિ સામાન્ય બની ગઈ છે, પરંતુ એની વ્યવસ્થા કરવી જરૂરી છે. તમે (યુપી સરકારે) શું યોજના બનાવી છે? મમતાએ વિધાનસભામાં બજેટસત્ર દરમિયાન આ નિવેદન આપ્યું હતું. અગાઉ લાલુ પ્રસાદ યાદવે કુંભને નકામો ગણાવ્યો હતો. મમતાના ભાષણની 4 મોટી વાત લાલુ પ્રસાદ યાદવે કહ્યું હતું- કુંભ નકામો છે, એનો કોઈ અર્થ નથી
15 ફેબ્રુઆરીની રાત્રે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી નાસભાગમાં 18 લોકોનાં મોત થયાં હતાં. આમાં બિહારના 9 લોકો હતા. કુંભમાં ભારે ભીડ જોઈને લાલુ પ્રસાદ યાદવે કહ્યું હતું કે કુંભ નકામો છે. તેમણે કહ્યું હતું કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. હું બધા લોકોને શ્રદ્ધાંજલિ આપું છું. આ રેલવેની ભૂલ છે. આ ઘટના ગેરવહીવટ અને બેદરકારીને કારણે બની છે. ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા છે. મને ખૂબ જ દુઃખ છે. રેલવેમંત્રીએ આની જવાબદારી લેવી જોઈએ.