સુરતના માંગરોળ તાલુકામાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના સામે આવી છે. માંગરોળના વાંકલ-બોરિયા માર્ગ પર એક યુવકે યુવતીનું ચપ્પુ વડે ગળું કાપી નાખતાં યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. ઘટનાને અંજામ આપ્યા બાદ યુવકે પોતે પણ ગળું કાપી નાખ્યું. ગળામાં ત્રણ ઇંચ જેટલો ઘા વાગતાં યુવકની સ્વરપેટી કપાઈ ગઈ છે અને હાલ તેની સારવાર સુરત સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. જ્યારે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે માંગરોળ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો છે. યુવક નર્મદા જિલ્લાનાં ગરુડેશ્વરનો રહેવાસી સુરેશ જોગી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. યુવકે મોબાઇલમાં ટાઇપ કરીને પરિવારના નંબર આપ્યા
સુરેશ બોલી શકતો ન હોવાથી મોબાઇલમાં ટાઇપ કરીને પરિવારના નંબર આપ્યા, પોલીસે પૂછતાં ઈશારામાં જણાવ્યું કે પહેલા યુવતીએ પોતાનું ગળું કાપ્યું, પછી પોતે પોતાનું ગળું કાપ્યું. પોલીસે પરિવારનો સંપર્ક કરી સુરત સિવિલ હોસ્પિટલ બોલાવ્યા. આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યા છીએ…