back to top
Homeમનોરંજન'સનમ તેરી કસમ 2'ને લઈ વિવાદ:કોપીરાઈટ માટે ડિરેક્ટર અને પ્રોડ્યુસર સામસામે, દીપક...

‘સનમ તેરી કસમ 2’ને લઈ વિવાદ:કોપીરાઈટ માટે ડિરેક્ટર અને પ્રોડ્યુસર સામસામે, દીપક મુકુટે કહ્યું- મારા વગર ફિલ્મ બનશે જ નહીં

2016માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સનમ તેરી કસમ’ ફરીથી રિલીઝ થયા પછી બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કરી રહી છે. એવામાં ફિલ્મની સિક્વલ વિવાદમાં આવી છે. થોડા સમય પહેલા, ‘સનમ તેરી કસમ’ના ડિરેક્ટર રાધિકા રાવ અને વિનય સપ્રુએ એક ઇન્ટરવ્યૂમાં ‘સનમ તેરી કસમ 2’ બનાવવાની જાહેરાત કરી હતી. હવે ફિલ્મના પ્રોડ્યૂસર દીપક મુકુટે આ અંગે નારાજગી વ્યક્ત કરી છે, કારણ કે તે 2024માં સિક્વલની જાહેરાત કરી ચૂક્યા છે. તે કહે છે કે પ્રોડ્યૂસર હોવાને કારણે તેની પાસે ફિલ્મના અધિકારો છે અને તેના વિના ફિલ્મ બની શકશે નહીં. ‘સનમ તેરી કસમ’ના પ્રોડ્યૂસર દીપક મુકુટે સિક્વલ વિવાદ પર બોલિવૂડ હંગામા સાથે વાત કરતા કહ્યું કે, હું ‘સનમ તેરી કસમ’ ફિલ્મનો પ્રોડ્યૂસર છું અને ફિલ્મનો IP મારી પાસે છે. તો મારી પાસે આ ફિલ્મની સિક્વલ, પ્રિકવલ અથવા રિમેક બનાવવાના પણ અધિકારો છે. મેં સપ્ટેમ્બર 2024 માં હર્ષવર્ધન સાથે તેની સિક્વલની જાહેરાત કરી હતી. જ્યાં સુધી ડિરેક્ટર (વિનય સપ્રુ અને રાધિકા રાવ) ની વાત છે, મેં તેમની સાથે કોઈ ચર્ચા કરી નથી. તે મને મળ્યો નહીં કે આ વિશે વાત પણ કરી નહીં. મેં હજુ સુધી ફિલ્મનો ડિરેક્ટર નક્કી કર્યો નથી. દીપક મુકુટે આગળ કહ્યું, તેનું કામ છે કે તે મારી સાથે વાત કરે, નહિ કે બીજું કંઈ કરવાનું, ખાસ કરીને જ્યારે તે સિક્વલ બનાવવા વિશે ઇન્ટરવ્યૂ આપી રહ્યો હોય. હું ફરી એકવાર કહેવા માગુ છું કે આ ફિલ્મના અધિકારો મારી પાસે છે. ‘સનમ તેરી કસમ 2’ની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે
વાતચીત દરમિયાન, દીપક મુકુટે જણાવ્યું કે ‘સનમ તેરી કસમ 2’ હાલમાં લેખનના તબક્કામાં છે. આ ફિલ્મનો લીડ એક્ટર ફરી એકવાર હર્ષવર્ધન રાણે જ હશે, જ્યારે એક્ટ્રેસ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. ‘સનમ તેરી કસમ’ રી-રિલીઝમાં હિટ સાબિત થઈ
2016માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સનમ તેરી કસમ’ 7 ફેબ્રુઆરીના રોજ ફરીથી રિલીઝ થઈ છે. આ ફિલ્મે 2016માં ₹16.03 કરોડની કમાણી કરી હતી, જ્યારે તેની રી-રિલીઝમાં, ફિલ્મે ₹34.29 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે. તે ફરીથી રિલીઝ થયેલી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments