સલમાન ખાન અને રશ્મિકા મંદાના અભિનિત મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સિકંદર’નું નવું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના નિર્માતા સાજિદ નડિયાદવાલાના 59મા જન્મદિવસના ખાસ પ્રસંગે પોસ્ટર રિલીઝ કરીને નિર્માતાઓએ ચાહકોને ભેટ આપી છે. સલમાન ખાને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટર પણ શેર કર્યું છે. પોસ્ટરમાં સિકંદર તરીકે સલમાનનો ઇન્ટેન્સ લૂક જોવા મળે છે. પોસ્ટરની સાથે સલમાને લખ્યું છે, ઈદ પર ‘સિકંદર’. નોંધનીય છે કે, આ ફિલ્મ આ વર્ષે ઈદના ખાસ અવસર પર રિલીઝ થવા જઈ રહી છે. ટ્રેલર 27 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ શકે છે ફિલ્મનું પોસ્ટર નડિયાદવાલા ગ્રેન્ડસનના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી રિલીઝ કરવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે, ચાહકોને 27 ફેબ્રુઆરીએ એક મોટું સરપ્રાઇઝ મળી શકે છે. એવું માની શકાય છે કે આ દિવસે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થશે. ફિલ્મના ટીઝરને 61 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. ફિલ્મ ‘સિકંદર’નું ટીઝર 27 ડિસેમ્બરે સલમાન ખાનના જન્મદિવસ પર રિલીઝ થવાનું હતું. જોકે, પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નિધનને કારણે, ટીઝર રિલીઝ તારીખ મુલતવી રાખવામાં આવી હતી. ફિલ્મનું ટીઝર 28 ડિસેમ્બરે રિલીઝ થયું હતું, જેને અત્યાર સુધીમાં 61 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. ટીઝરમાં સલમાન ખાનનો એક્શન પેક્ડ અવતાર જોવા મળ્યો હતો. નડિયાદવાલા ગ્રેન્ડસનના યુટ્યુબ ચેનલ પર રિલીઝ થયેલા ટીઝરમાં, સિકંદરની ભૂમિકામાં જોવા મળતો સલમાન ખાન એક સાથે માસ્ક પહેરેલા ઘણા લોકોનો સામનો કરતો જોવા મળે છે. ટીઝરમાં તેમનો ડાયલોગ છે, ‘સુના હૈ બહોસ સારે લોગ મેરે પિછે પડે હુએ હૈ બસ મેરે મુડને કી દૈર હૈ’ આ ડાયલોગ સાથે, સલમાન ખાન સારા બેકગ્રાઉન્ડ સાઉન્ડ સાથે એક પછી એક બધાને મારી નાખે છે.’ આ ફિલ્મનું દિગ્દર્શન લોકપ્રિય દિગ્દર્શક એ.આર. મુરુગાદોસ કરી રહ્યા છે. આ પહેલા મુરુગાદોસે ‘ગજની’, ‘હોલિડે’ અને ‘અકીરા’ જેવી હિન્દી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. આ ફિલ્મ સાજિદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મનો સ્ટ્રીમિંગ પાર્ટનર નેટફ્લિક્સ છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, આ ફિલ્મ 400 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે.