ભારતથી અમેરિકા જતા ડંકી રૂટના નવા વીડિયો સામે આવ્યા છે. ગુરદાસપુરના એક યુવક ગુરવિંદર, જેને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યો હતો, તેણે આ બે વીડિયો જાહેર કર્યા છે. 112 ભારતીયની ત્રીજી બેચમાં ડિપોર્ટ થયા બાદ ગુરવિંદર પાછો ફર્યો છે. તેણે જણાવ્યું કે કેવી રીતે સાપ અને મગરથી બચીને તે પનામાનાં જંગલો (ડેરિયન ગેપ) થઈને મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં પ્રવેશ્યો. યુવક દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં તે રાતનાં અંધારામાં કાદવમાંથી પસાર થઈ રહ્યો હોય એવું જોવા મળે છે. તેની પાસે માત્ર એક ટોર્ચ છે. બીજા વીડિયોમાં તે નાની હોડી ચલાવી રહ્યો છે, જેમાં બેસીને તે નદી પાર કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે અત્યારસુધીમાં 3 બેચમાં 332 લોકોને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 128 પંજાબના રહેવાસી છે. પંજાબી યુવકે ડંકી રૂટના ફોટા જાહેર કર્યા… ડંકી રૂટ દ્વારા અમેરિકા પહોંચેલા યુવાન ગુરવિંદરની કહાની… 1. એજન્ટે મને સીધી ફ્લાઇટ દ્વારા મોકલવાની વાત કરી હતી
ગુરવિંદર સિંહે જણાવ્યું હતું કે તેણે એક એજન્ટ સાથે અમેરિકા જવા વિશે વાત કરી. એજન્ટે કહ્યું કે તે તેને માન્ય રીતે સીધી ફ્લાઇટ દ્વારા મોકલશે. આ માટે તેણે 50 લાખ રૂપિયા માંગ્યા. આ માટે મેં મારી દોઢ એકર જમીન વેચી દીધી. જ્યારે પૈસાની અછત હતી ત્યારે મેં 10 લાખ રૂપિયાની લોન લીધી. 2. પનામાના જંગલમાં લઈ ગયા ત્યારે ડંકી રૂટની જાણ થઈ
22 સપ્ટેમ્બર 2024ના રોજ તેઓ પંજાબથી દિલ્હી અને પછી મુંબઈ પહોંચ્યા. ત્યાંથી તેને ફ્લાઇટમાં આગળ લઈ જવામાં આવ્યો. પછી ગુયાના, બ્રાઝિલ અને કોલંબિયા થઈને તેને પનામાનાં જંગલોમાં લઈ જવામાં આવ્યો. ત્યારે જ તેને ખ્યાલ આવ્યો કે સીધી ફ્લાઇટને બદલે તેને ડંકી રૂટ દ્વારા મોકલવામાં આવી રહ્યો હતો. જ્યારે તેના પિતા હરભજન સિંહે એજન્ટ સાથે વાત કરી ત્યારે તેણે કહ્યું કે તે 20 દિવસમાં અમેરિકા પહોંચી જશે. 3. 2 દિવસમાં જંગલ પાર કર્યું, પીવા માટે ફક્ત ગંદું પાણી હતું
23 લોકોના જૂથને ડંકી માર્ગ પર મોકલવામાં આવ્યા, જ્યારે તેઓ ડંકી રૂટ દ્વારા અમેરિકા જતા હતા ત્યારે રસ્તામાં ડોંકર્સ તેમની સાથે ખરાબ વ્યવહાર કરતા હતા. તેમણે તેમનો મોબાઇલ ફોન છીનવી લીધો હતો. તેમને પરિવાર સાથે વાત કરવાની મંજૂરી નહોતી. તેઓ બે દિવસ સુધી જંગલમાંથી પસાર થતા રહ્યા. આ સમયગાળા દરમિયાન નાની હોડીઓ દ્વારા નદીઓ પાર કરવી પડતી હતી. આ સમય દરમિયાન તેઓ કાદવમાં ચાલ્યા હતા. ત્યાં તેમણે સાપ અને મગરથી પણ પોતાને બચાવવાના હતા. આ સમય દરમિયાન ખાવા માટે ફક્ત ચિપ્સ અને પીવા માટે ગંદું પાણી ઉપલબ્ધ હતું. 4. મેક્સિકો બોર્ડર પાર કરતી વખતે અમેરિકન સૈનાના હાથે લાગ્યા
1 ફેબ્રુઆરીના રોજ તેમને મેક્સિકો બોર્ડર લઈ જવામાં આવ્યા. ત્યાંથી તે દીવાલ પાર કરીને અમેરિકન બોર્ડરમાં પ્રવેશ્યો, જ્યાં યુએસ આર્મી બોર્ડર પેટ્રોલ ટીમે તેની ધરપકડ કરી. આ પછી તેને 14 દિવસ સુધી આર્મી કેમ્પમાં રાખવામાં આવ્યો. ત્યાં તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું. રાત્રે તેને નાહવા માટે જગાડવામાં આવતો. કપડાં વગર એસી રૂમમાં રાખવામાં આવ્યો હતો. 5. વિમાન એરપોર્ટ પર ઊતરતાં પહેલાં હાથકડી અને બેડીઓ ખોલવામાં આવી
15 ફેબ્રુઆરીના રોજ ખબર પડી કે તેને બળજબરીથી ભારત પરત મોકલવામાં આવી રહ્યો છે. તેને કેમ્પમાંથી હાંકી કાઢવામાં આવ્યો. પછી તેને હાથકડી અને બેડીઓથી બાંધી દેવામાં આવી. આ પછી તેને સેનાના વિમાનમાં બેસાડવામાં આવ્યો. વિમાન અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થાય એ પહેલાં તેની હાથકડી અને બેડીઓ કાઢી નાખવામાં આવી હતી. તેને પાઘડી પહેરવાની પણ મંજૂરી નહોતી. અમૃતસર એરપોર્ટ પર શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)એ માથું ઢાંકવા માટે કાપડ પૂરું પાડ્યું. હરિયાણાના એક યુવકે ડંકી રૂટનો વીડિયો પણ શેર કર્યો હતો… આકાશ 7 મહિનામાં દિલ્હીથી અમેરિકા પહોંચ્યો
આકાશે જણાવ્યું હતું કે તે 20 જૂન 2024ના રોજ દિલ્હી પહોંચ્યો. તેને અહીં એક મહિના માટે રોકવામાં આવ્યો હતો. પછી તેને મુંબઈ મોકલવામાં આવ્યો અને ત્યાં 2 મહિના રાખવામાં આવ્યો. મુંબઈથી તે ફ્લાઇટ દ્વારા બ્રાઝિલ ગયો, જ્યાં તેને એક મહિનો રોકાવાનું હતું. આ પછી તે બોલિવિયા પહોંચ્યો. આ દેશ ખૂબ જ મોંઘો હતો, તેથી તેને અહીં ફક્ત 5-6 દિવસ માટે જ રાખવામાં આવ્યો. પછી તે ગ્વાટેમાલા ગયો, જ્યાં તેણે એક મહિનો વિતાવ્યો. ત્યાર બાદ અમારે પનામાનાં જંગલોમાંથી પસાર થવું પડ્યું, જેમાં 7 દિવસ લાગ્યા. પનામા પછી તે હોન્ડુરાસ પહોંચ્યો, જ્યાં તે 15 દિવસ રહ્યો. પછી મારે દક્ષિણ અમેરિકામાં 10 દિવસ રહેવું પડ્યું. અંતે તે મેક્સિકો પહોંચ્યો, જ્યાં તેને લગભગ 35 દિવસ સુધી અટકાયતમાં રાખવામાં આવ્યો. આખરે, 25 જાન્યુઆરી 2025ની રાત્રે 12 વાગ્યે, તેણે યુએસ સરહદ પાર કરી. અમેરિકા જવા માટે ડંકીના ત્રણ પડાવ… અમેરિકા જવાના ડંકી રૂટના VIDEO:કાદવમાં લથપથ પગ, વરસાદમાં તંબુ; ડંકી રૂટથી અમેરિકા જવા આ 3 પડાવ કરવા પડે છે પાર… અમેરિકા દ્વારા ડિપોર્ટ કરાયેલા 104 ભારતીયમાં હરિયાણાના કરનાલનો આકાશ પણ સામેલ છે. આકાશ, જે ડંકી રૂટથી અમેરિકા પહોંચ્યો એ માર્ગના ચાર વીડિયો સામે આવ્યા છે. આકાશે પનામાનાં જંગલોમાંથી પસાર થતી વખતે આ વીડિયો બનાવ્યો હતો અને એને તેના પરિવારને મોકલ્યો હતો. આ સમાચાર આગળ વાંચવા માટે અહીં ક્લિક કરો…