back to top
Homeસ્પોર્ટ્સઆજે વડોદરામાં WPLમાં UPW Vs DC:આ સીઝનમાં યુપી તેની પહેલી જીતની શોધમાં;...

આજે વડોદરામાં WPLમાં UPW Vs DC:આ સીઝનમાં યુપી તેની પહેલી જીતની શોધમાં; બધાની નજર શેફાલી પર રહેશે

વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની છઠ્ઠી મેચ યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. આ મેચ વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. દિલ્હી કેપિટલ્સ (DC) એ અત્યાર સુધી ટુર્નામેન્ટમાં 2 મેચ રમી છે. ટીમને એક જીત અને એક હારનો સામનો કરવો પડ્યો છે. આ સીઝનમાં યુપી વોરિયર્સ (UPW)ની આ બીજી મેચ હશે. ટીમનો પ્રથમ મેચમાં ગુજરાત જાયન્ટ્સ સામે 6 વિકેટે પરાજય થયો હતો. છેલ્લી વખત જ્યારે બંને ટીમ એકબીજાનો સામનો કરી હતી, ત્યારે યુપીએ દિલ્હીને 1 રનથી હરાવ્યું હતું. આ મેચની પ્લેયર ઓફ ધ મેચ દીપ્તિ શર્મા હતી. મેચ ડિટેઇલ્સ, છઠ્ઠી મેચ
UPW Vs DC
તારીખ: 19 ફેબ્રુઆરી
સ્થળ: કોટંબી સ્ટેડિયમ, વડોદરા
સમય: ટૉસ – સાંજે 7:00 વાગ્યે, મેચ શરૂ – સાંજે 7:30 વાગ્યે દિલ્હી હેડ ટુ હેડમાં આગળ
WPLની બે સીઝનમાં દિલ્હી અને યુપી અત્યાર સુધીમાં 4 મેચ રમી ચૂક્યા છે. આમાં દિલ્હીએ 3 મેચ જીતી છે. જ્યારે યુપી વોરિયર્સે 1 મેચ જીતી છે. દિલ્હીને શેફાલી પાસેથી આશા રહેશે
દિલ્હીને સ્ટાર ઓપનર શેફાલી વર્મા પાસેથી ઝડપી શરૂઆતની આશા રહેશે. તેણે આ સીઝનની પહેલી મેચમાં મુંબઈ સામે 18 બોલમાં 43 રનની ઇનિંગ રમી હતી. જોકે, સોમવારે RCBના રેણુકા ઠાકુરે તેને ઝીરોના સ્કોર પર પેવેલિયન પરત મોકલી હતી. શેફાલીએ 20 WPL મેચમાં 604 રન બનાવ્યા છે. ટીમની બોલિંગ લાઇન-અપનું નેતૃત્વ શિખા પાંડે કરે છે. તેણે મુંબઈ સામે માત્ર 14 રન આપીને 2 વિકેટ લીધી હતી. શિખાની સાથે, ટીમમાં એલિસ કેપ્સી, રાધા યાદવ, મિન્નુ મણિ જેવા બોલરો છે. શિખાએ 20 WPL મેચમાં 22 વિકેટ લીધી છે. કેપ્ટન દીપ્તિ યુપીની ટોચની ઓલરાઉન્ડર
યુપી વોરિયર્સની કેપ્ટન દીપ્તિ શર્માએ 18 WPL મેચમાં 424 રન બનાવ્યા છે અને 19 વિકેટ પણ લીધી છે. ગુજરાત સામેની પહેલી મેચમાં દીપ્તિએ 39 રન બનાવ્યા હતા પરંતુ તેને કોઈ વિકેટ મળી ન હતી. ટીમ પહેલાથી જ ઈજાને કારણે ફૂલ-ટાઇમ કેપ્ટન એલિસા હીલી ગુમાવી ચૂકી છે. તે જ સમયે, ઓપનર ચમારી અટાપટ્ટુ શ્રીલંકા તરફથી રમવા માટે ઘરે પરત ફરી છે. યુપીની ટોચની બોલર સોફી એક્લેસ્ટોન છે. તે WPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે, તેણે અત્યાર સુધી 18 મેચમાં 29 વિકેટ લીધી છે. પહેલી મેચમાં સોફીએ 4 બોલમાં 16 રન આપીને 2 વિકેટ લીધી હતી. સોફીને ટેકો આપવા માટે, ટીમ પાસે તાહલિયા મેગ્રાથ, અલાના કિંગ અને સાયમા ઠાકોર જેવા બોલરો છે. ટૉસ રોલ અને પિચ રિપોર્ટ
અત્યાર સુધીમાં કોટંબી સ્ટેડિયમ ખાતે 5 WPL મેચ યોજાઈ ચૂકી છે. બધી મેચ પહેલા બોલિંગ કરનારી ટીમે જીતી છે. પિચ બેટર્સ માટે અનુકૂળ છે. અહીં હાઇ સ્કોરિંગ મેચ જોવા મળી રહી છે. જેમ જેમ મેચ આગળ વધે છે તેમ સ્પિનરોને પણ ટર્ન મળે છે. આ મેદાનની બાઉન્ડરી 75 બાય 65 મીટર છે. મોટાભાગની ટીમ અહીં ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લે છે. હવામાન અહેવાલ
બુધવારે વડોદરામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેશે. 34% ભેજ રહેશે અને 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન
દિલ્હી કેપિટલ્સ (DC): મેગ લેનિંગ (કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, એનાબેલ સધરલેન્ડ, જેસ જોનાસેન, નિકી પ્રસાદ, સારાહ બ્રાયસ (વિકેટકીપર), શિખા પાંડે, રાધા યાદવ, અરુંધતી રેડ્ડી અને મિન્નુ મણિ. યુપી વોરિયર્સ (UPW): દીપ્તિ શર્મા (કેપ્ટન), દિનેશ વૃંદા, ઉમા છેત્રી (વિકેટકીપર), તાહલિયા મેકગ્રા, ગ્રેસ હેરિસ, શ્વેતા સેહરાવત, અલાના કિંગ, સોફી એક્લેસ્ટોન, સાયમા ઠાકોર અને ક્રાંતિ ગૌર.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments