ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આજથી શરૂ થઈ રહી છે. ટુર્નામેન્ટની પહેલી મેચ આજે ગ્રૂપ-Aની ટીમ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. પાકિસ્તાન ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. જ્યારે ન્યૂઝીલેન્ડે વર્ષ 2000માં ટાઇટલ જીત્યું હતું. ટુર્નામેન્ટના ઇતિહાસમાં પાકિસ્તાન અત્યાર સુધી ન્યૂઝીલેન્ડને હરાવી શક્યું નથી. બંને ટીમ છેલ્લે આ મહિનાની 14મી તારીખે ODIમાં એકબીજાનો સામનો કરી હતી. જ્યારે ન્યૂઝીલેન્ડે ત્રિકોણીય શ્રેણીની ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને ટાઇટલ જીત્યું હતું. મેચ ડિટેઇલ્સ, પહેલી મેચ
પાકિસ્તાન Vs ન્યૂઝીલેન્ડ
તારીખ: 19 ફેબ્રુઆરી
સ્ટેડિયમ: નેશનલ સ્ટેડિયમ, કરાચી
સમય: ટૉસ – બપોરે 2:00 વાગ્યે, મેચ શરૂ – બપોરે 2:30 વાગ્યે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે ન્યૂઝીલેન્ડનો 100% સ્ટ્રાઈક રેટ
ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની ટીમ 3 વખત ટકરાઈ છે. કિવી ટીમે ત્રણેય મેચ જીતી છે. આમાં 2000 અને 2009ના સેમિફાઈનલનો પણ સમાવેશ થાય છે. બંને ટીમ વન-ડેમાં 118 વખત એકબીજાનો સામનો કરી ચૂકી છે. આમાં પાકિસ્તાને 61 મેચ અને ન્યૂઝીલેન્ડે 53 મેચ જીતી હતી. જ્યારે 3 મેચના પરિણામો આવી શક્યા ન હતા અને એક મેચ ટાઈ રહી હતી. લોકી ફર્ગ્યુસન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર
ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન હેમસ્ટ્રિંગની ઈજાના કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને કાયલ જેમિસનને સામેલ કર્યો છે. જમણા હાથના ઝડપી બોલર લોકી ફર્ગ્યુસનને લગભગ 10 દિવસ પહેલા UAE લીગ ILT20 ની એક મેચ દરમિયાન ઈજા થઈ હતી. વિલિયમસન આ વર્ષે ટીમનો ટૉપ સ્કોરર
ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેન વિલિયમસન આ વર્ષે વન-ડેમાં ટીમનો હાઈએસ્ટ રન સ્કોરર છે. તેણે 3 મેચમાં 225 રન બનાવ્યા છે. ડેરિલ મિચેલ બીજા નંબરે છે. તેણે 6 મેચમાં 188 રન બનાવ્યા છે. બોલિંગમાં ફાસ્ટ બોલર મેટ હેનરી ટોચ પર છે. આ વર્ષે તેણે 5 મેચમાં 14 વિકેટ લીધી છે. વિલિયમ ઓ’રોર્ક 6 મેચમાં 9 વિકેટ સાથે બીજા ક્રમે છે. પાકિસ્તાન તરફથી શાહીને સૌથી વધુ વિકેટ લીધી
આ વર્ષે પાકિસ્તાન માટે સૌથી વધુ રન ઓલરાઉન્ડર સલમાન આગાએ બનાવ્યા છે. તેણે 3 મેચમાં 219 રન બનાવ્યા છે. આ મેચમાં પણ ટીમને તેની પાસેથી અપેક્ષાઓ રહેશે. આ સમયગાળા દરમિયાન ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદી સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. શાહીને 3 મેચમાં 6 વિકેટ લીધી છે. પિચ અને ટૉસ રિપોર્ટ
કરાચીના નેશનલ સ્ટેડિયમની પિચ બેટિંગ માટે અનુકૂળ છે. આ મેદાન પર હંમેશા હાઇ સ્કોરિંગ મેચ જોવા મળે છે. અહીં બોલરો માટે કંઈ ખાસ નથી. જેમ જેમ મેચ આગળ વધશે તેમ તેમ ઝાકળની મોટી અસર પડશે. આવી સ્થિતિમાં, ટૉસ જીતનાર ટીમ પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે. અત્યાર સુધીમાં અહીં 56 વન-ડે રમાઈ ચૂકી છે. પ્રથમ બેટિંગ કરનારી ટીમે 26 મેચ જીતી અને બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમે 28 મેચ જીતી. તે જ સમયે, બે મેચનું પરિણામ આવી શક્યું નથી. અહીંનો સૌથી વધુ સ્કોર 355/4 છે, જે પાકિસ્તાને આ મહિને સાઉથ આફ્રિકા સામે બનાવ્યો હતો. કરાચી હવામાન આગાહી
બુધવારે કરાચીમાં ખૂબ જ ગરમી અને તડકો રહેશે. પણ વરસાદની કોઈ આશા નથી. તાપમાન 19થી 32 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. તે જ સમયે, પવન 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
પાકિસ્તાન (PAK): મોહમ્મદ રિઝવાન (કેપ્ટન), બાબર આઝમ, ફખર ઝમાન, સઈદ શકીલ, સલમાન આગા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, ફહીમ અશરફ, શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ અને અબરાર અહેમદ. ન્યૂઝીલેન્ડ (NZ): મિચેલ સેન્ટનર (કેપ્ટન), વિલ યંગ, ડેવોન કોનવે, કેન વિલિયમસન, ડેરિલ મિચેલ, ટોમ લેથમ, ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, નાથન સ્મિથ, જેકબ ડફી અને વિલિયમ ઓ’રોર્ક.