આવતીકાલે રાજ્ય સરકારનું બજેટ રજૂ થશે આવતીકાલે રાજ્ય સરકારનું બજેટ રજૂ થશે. આ બજેટથી રિયલ એસ્ટેટ સહિત ઘણાં સેક્ટરને ઘણી અપેક્ષાઓ છે. ક્રેડાઈ ગુજરાતે રિયલ એસ્ટેટ સેક્ટર તરફથી માગણી કરી છે કે જંત્રીમાં જ્યાં પણ વિસંગતતાઓ છે એ રાજ્ય સરકાર દૂર કરે, સાથે જ સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડો કરવાની માગ કરી છે. કૉંગ્રેસ ધારાસભ્યોએ હાથકડી-સાંકળ લગાવી વિરોધ નોંધાવ્યો કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા બહાર અમેરિકાથી ગેરકાયદે ગયેલા ભારતીયોને પરત મોકલવાની પ્રક્રિયા સામે વિરોધ નોંધાવ્યો, સાથે જ ‘ભારતીયો કા યે અપમાન, નહીં સહેગા હિન્દુસ્તાન’ના નારા લગાવ્યા. અમેરિકાથી ગેરકાયદે ગયેલા ભારતીય પ્રવાસીઓને જે રીતે પરત મોકલાયા એ જ રીતે કૉંગ્રેસ ધારાસભ્યોએ હાથકડી અને સાંકળ લગાવીને વિરોધપ્રદર્શન કર્યું. રાજકોટની હોસ્પિટલના CCTV ફૂટેજ વેચનારા ઝડપાયા રાજકોટની હોસ્પિટલના CCTV ફૂટેજ વેચનારા ઝડપાયા છે. અમદાવાદ સાયબર ક્રાઇમે મહારાષ્ટ્રથી 2 આરોપીની ધરપકડ કરી છે. બંને આરોપી ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારનાં દૃશ્યો વેચતા હતા. આ માટે તેઓ લોકો પાસેથી મોટી રકમ લેતા હોવાની વિગતો પણ સામે આવી છે. SMCનું ઐતિહાસિક 9603 કરોડનું ડ્રાફ્ટ બજેટ સુરત મહાનગરપાલિકાનું મનપા કમિશનર દ્વારા વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવ્યું. સુરત મનપાના ઈતિહાસમાં અત્યારસુધીનું સૌથી મોટું 9,603 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. ડ્રાફ્ટ બજેટમાં શિક્ષણ, આરોગ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની જાહેરાતો કરવામાં આવી છે. શહેરમાં ત્રણ સખી બજાર પણ બનાવવામાં આવશે. ભાવનગરમાં ‘IT’ની મોટી કાર્યવાહી ભાવનગરમાં સતત બીજા દિવસે આવકવેરા વિભાગે બિલ્ડરો, ડૉક્ટરો અને ઉદ્યોગપતિઓ પર તવાઈ બોલાવી. શહેર ભાજપનેતા સહિતની 11 પેઢી પર 32 સ્થળે કૂલ 36 ટીમ દ્વારા તપાસ કરવામાં આવી. આ કાર્યવાહીમાં દિલ્હી આઈ.ટી વિભાગની આગેવાની હેઠળ અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના 500થી વધુ અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે, જોકે હજી આ ઓપરેશનની અંદર કોઈ પાસેથી કેટલી ગેરરીતિ ઝડપાઈ તે સામે આવ્યું નથી. બ્રેકઅપ થતાં પ્રેમીએ પ્રેમિકાને રહેંસી નાખી સુરતના માંગરોળમાં પ્રેમીએ બ્રેકઅપ બાદ મળવા બોલાવી પ્રેમિકાને રહેંસી નાખી. 10 દિવસ પહેલાં બંનેનું બ્રેકઅપ થતાં પ્રેમિકાને 3 ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી અને પછી પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. હાલ આરોપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. 2 અકસ્માતમાં 6 લોકોનાં મોત નીપજ્યાં આજે જામનગર-ખંભાળિયા હાઈવે પર બેફામ ટ્રકે બાઈક પર સવાર પતિ-પત્નીને કચડી નાખ્યાં. તો બીજી તરફ માંડવી ઝંખવાવ રોડ પર ટ્રક અને પિકઅપ બોલેરો અથડાતાં લગ્નપ્રસંગમાંથી પરત ફરી રહેલા 4 લોકોનાં મોત નીપજ્યા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સમલૈંગિક સંબંધનો વીડિયો ડિલિટ ન કરતાં હત્યા સુરતમાં કારીગરના મોત મામલે નવો ખુલાસો થયો. મૃતક અને આરોપી વચ્ચે સમલૈંગિક સંબંધો હતા. આ સમલૈંગિક સંબંધનો વીડિયો ડિલિટ ન કરતાં સાથીકર્મીએ જ હત્યા કરી. તપાસમાં સામે આવ્યુ કે મોત આકસ્મિક ઘટનાના કારણે નહીં, પણ સાથીકર્મીએ ગળું દબાવવાના કારણે થયું હતું. રૂ. 80 લાખના દારૂનો નાશ કરવામાં આવ્યો સુરતના ડિંડોલી વિસ્તારમાં ચાર પોલીસ મથકો દ્વારા જપ્ત કરાયેલો દારૂનો નાશ કરાયો. આ દારૂની કુલ કિંમત અંદાજે 80 લાખ રૂપિયા હતી. આ દારૂ લિંબાયત, ઉધના, સલાબતપુરા અને ડિંડોલી પોલીસ મથક દ્વારા અલગ-અલગ વિસ્તારમાંથી જપ્ત કરવામાં આવ્યો હતો. આગામી 7 દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે આગામી 7 દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે સૌથી ઓછું તાપમાન ભાવનગરમાં 16 ડિગ્રી નોંધાયું. અમદાવાદમાં 19.9 અને ગાંધીનગરમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું. તાપમાનનો પારો 34 ડિગ્રી સુધી પહોંચી શકે એવી શક્યતા છે.