back to top
Homeગુજરાતરેસ્ટોરન્ટ માલિક-કારીગરોને માર માર્યો, CCTC:સુરતમાં બિરયાની સાથે ગ્રેવી ન આપતા અસામાજિક તત્વોએ...

રેસ્ટોરન્ટ માલિક-કારીગરોને માર માર્યો, CCTC:સુરતમાં બિરયાની સાથે ગ્રેવી ન આપતા અસામાજિક તત્વોએ બબાલ કરી; કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ

સુરતના ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધતો જઈ રહ્યો છે. ડિંડોલી પોલીસનો કોઈ ડર ન હોય તેવું વર્તન કરતા તત્વોએ એક નોનવેજ રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી અને રેસ્ટોરન્ટના માલિક તથા કારીગરોને માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. આ ઘટનાને પગલે પોલીસની કામગીરી સામે ફરી સવાલો ઉભા થયા છે. ગ્રેવીની બાબતે ઉગ્ર હુમલો
મુખ્ય ચોકડી સાઈ પોઇન્ટ વિસ્તારમાં આવેલી પાટીલ નોનવેજ રેસ્ટોરન્ટ ખાતે બિરયાની સાથે ગ્રેવી ન આપવાની નાની બાબતે કેટલાક અસામાજિક તત્વોએ હિંસક વલણ અપનાવ્યું હતું. આ તત્વોએ રેસ્ટોરન્ટના માલિક અને કારીગરો સાથે ઝઘડો કરીને ઢોર માર માર્યો હતો. આ સમગ્ર ઘટના રેસ્ટોરન્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ છે. પોલીસ ચોકી માત્ર 100 મીટર દુર
ચોંકાવનારી વાત એ છે કે, રેસ્ટોરન્ટ ડિંડોલી પોલીસ સ્ટેશનના ડીસ્ટાફ ઓફિસથી માત્ર 100 મીટરની દુરીએ છે, છતાં આવા ગુંડાતત્વો ખૂલ્લેઆમ આતંક મચાવતા જોવા મળ્યા છે. સીસીટીવી ફૂટેજ સામે આવતાની સાથે જ ડિંડોલી પોલીસ હરકતમાં આવી છે. રેસ્ટોરન્ટ માલિક અને કારીગરોના નિવેદન લેવામાં આવ્યા છે. સાથે જ આરોપીઓની શોધખોળ માટે વિશેષ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ડિંડોલીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ
આ ઘટનાને પગલે ડિંડોલી પોલીસના પેટ્રોલિંગ અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અનેક સવાલો ઉભા થયા છે. સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ પોલીસ પ્રશાસનને આ મામલે તાત્કાલિક અને કડક પગલાં લેવા માટે અપીલ કરી છે. આગામી કાર્યવાહી
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ શરૂ કરી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ થશે, એવી આશા વ્યક્ત કરી છે. સુરત મહાનગરપાલિકાના વહીવટદારો અને સ્થાનિકોએ પણ આવા કિસ્સાઓ સામે પોલીસની કામગીરી વધુ સઘન અને ઝડપી બનાવવા માટે દબાણ વધાર્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments