એક સારા ગાયકની સાથે અરિજિત સિંહની ઓળખ ડાઉન ટુ અર્થ પર્સનાલિટીમાં પણ કરવામાં આવે છે. પોતાના ગીતો ઉપરાંત, અરિજિતને લોકો તેની સાદગી માટે પણ પસંદ કરે છે. અરિજિતનો દયાળુ સ્વભાવ ઘણીવાર ચર્ચામાં રહે છે. આ દરમિયાન તેમનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો સિંગરના લાઈવ કોન્સર્ટનો છે. ઘણીવાર તેના કોન્સર્ટ દરમિયાન, અરિજિત કંઈક એવું કરે છે જે ચર્ચાનો વિષય બની જાય છે. આ વખતે પણ કંઈક આવું જ બન્યું. કોન્સર્ટની વચ્ચે અરિજિતને તેના પિતાનો વીડિયો કોલ આવ્યો
વીડિયોમાં અરિજિત સિંહ એક કોન્સર્ટમાં પરફોર્મ કરતો જોવા મળે છે, આ દરમિયાન સિંગરને તેના પિતાનો ફોન આવે છે અને અરિજિત શરૂ કોન્સર્ટે આ ફોન ઉપાડીને જવાબ આપે છે. અરિજિતનો આ અંદાજ લોકોને ખૂબ જ પંસદ આવ્યો હતો અને તેના વખાણ પણ થયા હતા. અરિજિત સિંહ ચંદીગઢમાં એક લાઈવ કોન્સર્ટમાં પરફોર્મ કરી રહ્યો હતો ત્યારે અચાનક તેમનો મોબાઈલની રિંગ વાગી, કોન્સર્ટ દરમિયાન સિંગરને તેના પિતાનો વીડિયો કોલ આવ્યો હતો. આ સમયે અરિજિતે સોન્ગ ગાવાનું પણ શરૂ રાખ્યું અને ફોન પર ઈશારામાં વાત પણ કરતો જોવા મળ્યો. સિંગર એક ક્ષણ માટે તેના પિતા તરફ પ્રેમથી જુએ છે. આ પછી, તે પોતાનો ફોન ફેરવે છે અને પ્રેક્ષકોને સ્ક્રીન બતાવે છે અને કહે છે – પપ્પાનો ફોન છે. ફેન્સે કર્યા અરિજિતના વખાણ
મોબાઈલ સ્ક્રીન પર પોતાના પિતાને જોઈને, અરિજિત ‘લપતા લેડીઝ’નું ‘ઓ સજની રે’ ગીત પૂરા ભાવથી ગાતો રહ્યો. અરિજિતનો આ હાવભાવ તેના ફેન્સને ખૂબ પસંદ આવ્યા હતા. ઘણા લોકોએ ગાયકની સાદગી અને સંસ્કારની પ્રશંસા કરી. યુઝર્સનું કહેવું છે કે કોન્સર્ટની વચ્ચે પણ અરિજિતે જે રીતે તેના પિતાના ફોનને અવગણ્યો નહીં તે ખરેખર અદ્ભુત હતું. અરિજિત બે નેશનલ એવોર્ડ જીતી ચૂક્યો છે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અરિજીત સિંહે ‘રાબતા’, ‘તુમ હી હો’, ‘કભી જો બાદલ બરસે’, ‘ફિર ભી તુમકો ચાહુંગા’ જેવા ગીતો ગાયા છે. આ સિવાય તેમને બેસ્ટ સિંગિંગ માટે બે નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યા છે. પહેલો એવોર્ડ 2018માં ફિલ્મ પદ્માવતના ગીત ‘બિન્તે દિલ’ માટે મળ્યો હતો. જ્યારે તેને 2022માં રિલીઝ થયેલા બ્રહ્માસ્ત્રના ગીત ‘કેસરિયા’ માટે બીજો એવોર્ડ મળ્યો હતો.