આપણા ઘરની આસપાસ ઉગતા કે ઘરમાં સુશોભન તરીકે વપરાતાં ક્રોટોન, થોર જેવા ઘણા છોડ ઝેરી હોય છે. લાંબા સમય સુધી આવા છોડના સંપર્કથી આરોગ્ય પર પણ અસર પડી શકે છે. ઝેરી છોડ અંગે લોકોમાં જાગૃતિ વધે તે માટે ગુજરાત યુનિવર્સિટીના ફોરેન્સિક સાયન્સ વિભાગે છોડ તેમજ જંતુનાશકો પર ખાસ લાયબ્રેરી તૈયાર કરી છે. હાલમાં 15 પ્લાન્ટના પાંદડા, ફળ, ડાળી અને મૂળ સહિતની બાબતનો અભ્યાસ કરી માહિતી એકત્ર કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોકેમિસ્ટ્રી એન્ડ ફોરેન્સિક સાયન્સના પ્રોફેસર અંકિતા પટેલના જણાવ્યા અનુસાર, દરેક છોડનું સેમ્પલ ટેસ્ટ કરવામાં એકાદ અઠવાડિયાનો સમય જતો હોય છે. સમગ્ર પ્રોજેક્ટ લાંબા સમયનો છે. અમે રાજ્યમાં મળતા 50થી વધુ છોડના નમૂના લઈ ટેસ્ટ કરીશું. તેના પરિણામને આધારે પ્રત્યેક છોડમાં કેવા પ્રકારનું ઝેરી કેમિકલ છે તેની ઓળખ કરાશે. ટેસ્ટના તારણો ઓનલાઈન મુકાશે જેથી આવા પ્રકારના ઝેરી છોડ કે ઝેરી જંતુનાશકોથી લોકો દૂર રહી શકે. આ પ્રકારની લાઈબ્રેરી હોય તો ક્યારેક મેડિકલ સારવાર માટે તેનો ઉપયોગ થઈ શકે છે. ઝેરની ચોક્કસ ઓળખ થવાથી સારવાર માટે સમય બચી જતો હોય છે. સમગ્ર પ્રોજેક્ટ એક વિશેષ પ્રકારના વિષય પર તૈયાર થઈ રહ્યો છે. રિસર્ચ માટે ધતુરાનો છોડ કેમ્પસમાં ઉગાડવામાં આવ્યો, કેટલાક છોડ બહારથી લાવવામાં આવ્યા
રિસર્સ માટે ધતુરા જેવા અમુક પ્લાન્ટને યુનિવર્સિટી કેમ્પસમાં જ ઉગાડવામાં આવ્યા હતા. કારણ કે આ છોડ મળવો મુશ્કેલ હતો. આ ઉપરાંત અમુક છોડને ખાસ સ્થિતિમાં ગામડાઓમાંથી મગાવવામાં આવ્યો હતો. આ છોડ મગાવવાની પ્રક્રિયા માટે ખાસ એસઓપી તૈયાર કરી હતી. કારણ કે છોડના પાન, ફૂલ, ડાળ કે થડને નુકસાન થાય તો તેની અસર તેમાં રહેલા તત્વો પર પણ થઇ શકે છે. આ સ્થિતિમાં તેના પરિણામમાં પણ ફેરફાર આવી શકે છે. આ છોડ પર રિસર્ચ થયું