લોકલ ટ્રેનની ઓનલાઈન ટિકિટનો વિકલ્પ ઉપલબ્ધ થયો છે ત્યારથી બનાવટી ટિકિટનું પ્રમાણ વધ્યું છે. અનેક પ્રવાસી ટિકિટ માટે બનાવટી ક્યૂઆર કોડ તૈયાર કરે છે. આમ વારંવાર બનતું હોવાતી પશ્ચિમ રેલવેએ બનાવટી ટિકિટ ઓળખવા વિશેષ એપ તૈયાર કર્યું છે. ટિકિટ ચેકિંગ કર્મચારી આ એપના માધ્યમથી બનાવટી ટિકિટ ઓળખી શકશે. એના માટે ટીસીઓને વિશેષ પ્રશિક્ષણ આપવામાં આવશે. ઉપનગરીય રેલવેની ગિરદીનો ફાયદો ઉઠાવતા અનેક પ્રવાસીઓ બનાવટી ક્યૂઆર કોડ તૈયાર કરતા હોવાનું જણાયું છે. લોકલની ગિરદી હોવાથી ટીસી પ્રવાસીઓને યૂટીએસ એપ ખોલીને બતાવવા જણાવતા નથી. પ્રવાસી ફક્ત ટિકિટનો ફોટો દેખાડે છે. આ ટિકિટ બનાવટી છે કે સાચી એ ધ્યાનમાં આવતું નથી. એનો ગેરફાયદો અનેક પ્રવાસીઓએ લીધો છે. એ ધ્યાનમાં લેતા પશ્ચિમ રેલવે પ્રશાસને ઓનલાઈન ટ્રેન ટિકિટની અસલીયત તપાસવા વિશેષ એપ તૈયાર કર્યુઁ છે. પશ્ચિમ રેલવે માર્ગ પર ટીસીઓને આ એપ તેમના મોબાઈલ પર ડાઉનલોડ કરવાની સૂચના આપવામાં આવી છે. આ એપના લીધે ટ્રેન ટિકિટની બનાવટીગીરી પર અંકુશ આવશે એવો વિશ્વાસ વરિષ્ઠ રેલવે અધિકારીઓએ વ્યક્ત કર્યો છે. એક્સપ્રેસ ટ્રેનમાં લાંબા અંતરનો પ્રવાસ કરતા ટ્રેનની અંતર્ગત સુવિધાઓ બાબતે પ્રવાસીઓની થોડી ફરિયાદ હોય છે. ગંદા ટોઈલેટ, પાણીનું ગળતર, ખાદ્યપદાર્થમાં ખરાબી કે એસીમાં ટેકનિકલ બગાડ બાબતે અત્યારે પ્રવાસીઓએ હેલ્પલાઈન નંબર કે રેલ મદદ એપ પર ફરિયાદ કરવી પડે છે. આ માધ્યમથી સંબંધિત કર્મચારીઓ સમયસર આવતા નથી. હવે નવા એપના કારણે લાંબા અંતરની ટ્રેનના ટિકિટ સુપરવાઈઝર પાસે સંબંધિત કર્મચારીઓનો મોબાઈલ નંબર ઉપલબ્ધ હશે. તેથી પ્રવાસમાં કોઈ પણ અગવડ ઝડપથી દૂર થશે.