back to top
Homeગુજરાતકુંભમાં પાપ ધોવા ગયો ને પોલીસને બાતમી મળી:31 વર્ષથી નાસતા ચોરને શોધવા...

કુંભમાં પાપ ધોવા ગયો ને પોલીસને બાતમી મળી:31 વર્ષથી નાસતા ચોરને શોધવા માટે પોલીસે કુંભ મેળાના ચક્કર ખાધા, ચોર કુંભ મેળાથી નીકળી દિલ્હી ગયો ને પકડાયો

1995માં રાંદેર સ્થિત મહાવીર પેટ્રોલ પંપમાંથી 51,000ની ચોરી કરીને નાસી ગયેલો શીવ બહાદુર ઉદયપાલ રાજપુત આખા 31 વર્ષથી પોલીસથી છુપાતો ફરતો હતો. આખરે, રાંદેર પોલીસને ચોક્કસ બાતમી મળી કે, આરોપી કુંભ મેળામાં પાપ ધોવા ડૂબકી લગાવવા ગયો છે. પોલીસે તરત જ મજબૂત ગેમ પ્લાન બનાવી પણ આરોપી એથી એક પગથિયું આગળ નીકળી ગયો. 31 વર્ષ પહેલાં મહાવીર પેટ્રોલ પંપ (રૂષભ, રાંદેર) માં ચોરી કરી નાસી ગયેલો આરોપી શીવ બહાદુર ઉદયપાલ રાજપુત આખા ત્રણ દશકથી પોલીસથી છુપાઈ રહ્યો હતો. પરંતુ રાંદેર પોલીસને મળેલી એક ચોક્કસ બાતમી અને તેમના સ્માર્ટ પલાનિંગના કારણે આખરે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. પોલીસને કુંભ મેળામાંથી મળેલી ચોક્કસ બાતમી મળી
આરોપી વર્ષોથી ફરાર હતો અને ક્યારેય પકડાયો ન હતો, પરંતુ રાંદેર પોલીસ તેના લટકતા કેસને ઉકેલવા સતત પ્રયત્નશીલ હતી. કેસના તમામ જૂના રેકોર્ડ્સ તપાસ્યા અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી.આ દરમિયાન પોલીસને બાતમી મળી કે કુંભ મેળા (પ્રયાગરાજ)માં શીવ બહાદુર હાજર છે. કુંભ મેળા નહાવવા માટે ગયો હતો.પોલીસની ટીમે ગુપ્ત રીતે કુંભ મેળામાં જઇ તપાસ શરૂ કરી પરંતુ, આરોપી ત્યાંથી નીકળી ગયો હતો. આરોપી કુંભમાંથી દિલ્હી જતો હોવાની માહિતી મળી અને પોલીસ તુરંત જ તેની પાછળ લાગી. પોલીસની ડ્રામેટિક રણનીતિ – કેમ ઝડપાયો આરોપી?
આરોપી કુંભ મેળામાં હોવાની બાતમી રાંદેરના હેડ કોન્સ્ટેબલ કિરીટ સિંહને મળી હતી. બાતમી મળતા તરત જ પોલીસે તપાસ શરૂ કરી હતી પરંતુ, એ ખબર પડી કે તે કુંભથી દિલ્હીના અગ્રવાલ ભવન ખાતે ગયો છે. ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત તપાસ દ્વારા આરોપીના હાલના ફોટા અને મોબાઈલ નંબર મળ્યો. પોલીસે સિક્યુરિટી કંપની બનીને આરોપીને વધારે પગારની લાલચ આપી.જ્યારે આરોપી નોકરી માટે મળવા આવ્યો ત્યારે એકદમ ટ્રેપ ગોઠવી પકડી પાડવામાં આવ્યો 31 વર્ષ પહેલાં શું થયું હતું?
1995માં શીવ બહાદુર મહાવીર પેટ્રોલ પંપ (રૂષભ, રાંદેર) પર સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો.એક રાતે પેટ્રોલ પંપની ઓફિસમાંથી રૂ.51,000ની રોકડ ચોરી કરી નાસી ગયો હતો. 31 વર્ષથી અલગ-અલગ શહેરોમાં નામ અને ઓળખ બદલીને જીવતો હતો. આરોપીની ધરપકડ અને વધુ તપાસ
રાંદેર પોલીસે શીવ બહાદુરને સુરત લાવી વધુ પૂછપરછ શરૂ કરી છે.તે 31 વર્ષ દરમિયાન ક્યાં હતો? શું અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલો છે? – તે મુદ્દે વધુ તપાસ ચાલી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments