ચલથાણ વિસ્તારમાં આવેલા એક ફાર્મ હાઉસમાં કેટલાક ઈસમો બહારથી છોકરીઓ બોલાવીને દારૂની મહેફિલ માણતા હતા, દરમ્યાન પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે 9 લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે મોબાઈલ, કાર, દારૂની બોટલો મળી કુલ 6.37 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો મળતી માહિતી મુજબ કડોદરા જીઆઇડીસી પોલીસે ચલથાણ ગામે આવેલા મરઘા ફાર્મ પાસે આવેલા એક ફાર્મ હાઉસમાં રેડ કરી હતી. અહીં ફાર્મ હાઉસ ભાડે રાખી કેટલાક લોકો ફાર્મ હાઉસમાં બહારથી યુવતીઓને બોલાવીને દારૂની મહેફિલ માણી રહ્યા હતા. દરમિયાન કડોદરા જીઆઇડીસી પોલીસે અહીં દરોડો પાડયો હતો. પોલીસે દારૂ પીધેલી હાલતમાં 9 જેટલા લોકોને ઝડપી પાડ્યા હતા આ ઉપરાંત અહીંથી ત્રણ યુવતીઓ પણ મળી આવી હતી. પોલીસે દારૂ પીધેલા તમામ લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત પોલીસે દારૂની બોટલો, 11 મોબાઈલ ફોન અને એક ફોર વ્હીલ કાર મળી કુલ 6,37,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને પકડાયેલા તમામ લોકો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.