ડીસા શહેરમા પાલિકાની ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું.અને ગંદકી ફેલાવનાર સામે પાલિકાની કડક કાર્યવાહી કરી રૂ. 11,050 દંડ વસૂલ્યો હતો. શહેરમાં જાહેર સ્થળે ગંદકી ફેલાવનાર હવે કેમેરામાં કેદ થશે. ડીસા શહેરમાં સ્વચ્છતા જાળવવા નગરપાલિકા સખત બની છે. પાલિકાની ટીમો વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરી રહી છે. દુકાનદારો અને લારીઓવાળાને ડસ્ટબિન રાખવા સૂચના અપાઈ છે. જાહેર માર્ગો પર કચરો ફેંકતા લોકો પાસેથી દંડ વસૂલાઈ રહ્યો છે. નાગરિકોને પણ સ્વચ્છતા જાળવવા સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. જાહેર સ્થળે ગંદકી ફેલાવનાર હવે કેમેરામાં કેદ થઈ શકે છે.