જૂનાગઢમાં શહેરમાં આવેલ ગિરનાર નેચર સફારીમાં શિવરાત્રીના મેળાને લઇને તારીખ 22 થી 26 ફેબ્રુઆરી દરમિયાન સિંહ દર્શન બંધ રહેનાર છે. તારીખ 27 ફેબ્રુઆરીને ગુરુવારથી રાબેતા મુજબ રાબેતા મુજબ શરૂ થઇ જશે તેમ જણાવેલ છે. જૂનાગઢ ડીસીએફ અક્ષય જોષીએ જણાવ્યુ કે, ભવનાથમાં આગામી તારીખ 22 થી 26 ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રીના મેળો યોજાનાર છે. જેને લઇને દોલતપરા ગેઇટ નજીક આવેલ ગિરનાર નેચર સફારીમાં પ્રવાસીઓ માટે તારીખ 22 થી 26 ફેબ્રુઆરી દરમિયાન સિંહ દર્શન બંધ રહેનાર છે તેમજ ઓનલાઇન બુકીંગમાં પણ સ્લોટ બંધ રાખવામાં આવેલ છે. જેનુ કારણ એ છે કે, મહા શિવરાત્રીના મેળાને લઇને તમામ સ્ટાફ બંધોબસ્તમાં રહે છે. તેમજ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટવાનુ હોય છે. ભવનાથમાં વન્યપ્રાણીઓની અવર- જવર પણ રહેતી હોય છે જેને લઇને કોઇ આકસ્મિક બનાવ ન બને તે માટે સ્ટાફની નિમણુક કરવામાં આવેલ હોય છે. આમ, જૂનાગઢ ગિરનાર નેચર સફારી મુલાકાતીઓ માટે 22 થી 26 ફેબ્રુઆરી બંધ રહેશે. તારીખ 27 ફેબ્રુઆરીને ગુરૂવારથી રાબેતા મુજબ શરૂ થઇ જશે તેમ જણાવેલ છે.