વિક્રમ સવંત 802 મહા વદ સાતમના રોજ રાજા વનરાજસિંહ ચાવડા દ્વારા સરસ્વતી નદીના કિનારે લાખા રામ નામનો બગીચો કે વાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં પોતાના મિત્ર અણહિલ ભરવાડના નામે અણહિલપુર પાટણ નગરની 1280 વર્ષ પૂર્વે સ્થાપના કરી હતી. આ નગરની સ્થાપના સમયે સરસ્વતી નદીનો પ્રવાહ પ્રચંડ વહેતો હોય તેમજ ભારે વરસાદ હોય નગરમાં વરસાદી પાણી ભરાયેલ ન રહે અને નદીના પ્રવાહથી નગર સુરક્ષિત રહે તેવા ઉદ્દેશથી વચ્ચેનો ભાગ ઊંચો હોય એટલે કે ઉચ્ચ પ્રદેશ પસંદ કરી ઊંધી રકાબી આકારમાં નગરની સ્થાપના કરી હતી. જેના કારણે 1280 વર્ષ બાદ પણ કિલ્લાની અંદર વસેલા પોણા ત્રણ કિ.મીના જૂના પાટણના શેરી-મોહલ્લામાં ક્યાંય પાણી ભરાતું નથી. જે ઊંધી રકાબી આકારની રચનાના કારણે જ છે. – અશોક વ્યાસ, ઇતિહાસકાર, પાટણ (હસ્તલેખિત લેખ) પાટણને 900 વર્ષ જૂનાં 3 સ્થાપત્યનો વારસો
1200થી વધુ વર્ષ જૂના પૌરાણિક નગરમાં ઇ.સ. 10મીથી 12મી સદીમાં 3 સ્થાપત્ય બંધાયાં હતાં. તેમાં ઈ.સ. 1063માં રાણકી વાવ, ઈ.સ. 1123માં નગરદેવી કાલિકા માતાજીનું મંદિર અને ઈ.સ. 1133માં સહસ્રલિંગ તળાવ, આ ત્રણેય સ્થાપત્ય આજે પણ શહેરમાં ઉપલબ્ધ છે, જેમાં ઐતિહાસિક પાટણની ઝલક દેખાય છે પાટણની પ્રભુતા
પાટણની સ્થાપનાને 1280 વર્ષ થતાં અને 1281મા સ્થાપના દિવસ નિમિત્તે ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા વિશેષ અહેવાલ રૂપે રાજા વનરાજસિંહ ચાવડાએ સ્થાપેલા પાટણના આકારને તસવીર રૂપે પ્રકાશિત
કરવાનો પ્રયાસ કરાયો છે.