બુધવારે રાત્રે આદર જૈન અને અલેખા અડવાણીની મહેંદી સેરેમની સાથે તેમની ગ્રાન્ડ વેડિંગનું સેલિબ્રેશન શરૂ થઈ ગયું છે. આ સેલિબ્રેશનમાં કપૂર પરિવારની સાથે તેમના નજીકના મિત્રો પણ હાજર રહ્યાં હતાં. મહેંદી સેરેમનીના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. ઘણા બધા વીડિયોમાંથી એક ક્લિપમાં, કરીના કપૂર ખાન, તેની બહેન કરિશ્મા કપૂર, આલિયા ભટ્ટ અને પતિ રણબીર કપૂર સાથે ડાન્સ કરતાં જોવા મળ્યાં હતા. પરંતુ હવે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેના પછી નેટીઝન્સે આદર જૈનને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. આધાર જૈનના વાઈરલ વીડિયોમાં શું છે?
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં, આદર જૈન તેની થનારી દુલ્હન વિશે ઈમોશનલ સ્પિચ આપતો દેખાયો. આ દરમિયાન તેણે અલેખા અડવાણી પ્રત્યે પ્રેમ અને આદર વ્યક્ત કર્યો. તેણે સ્પિચમાં કહ્યું, હું હંમેશા તેને પ્રેમ કરતો આવ્યો છું અને હું હંમેશા તેની સાથે રહેવા માગતો હતો. તેથી તેણે મને સમય પસાર કરવા માટે 20 વર્ષની આ લાંબી સફર પર મોકલ્યો. તે રાહ જોવાનું યોગ્ય હતું, કારણ કે મને આ સુંદર, સ્ત્રી સાથે લગ્ન કરવાનો મોકો મળ્યો, જે એક સ્વપ્ન જેવું લાગે છે. હું તને પ્રેમ કરું છું અને તે રાહ જોવાનું યોગ્ય હતું. આ એક રહસ્ય છે, મેં હંમેશા તેને પ્રેમ કર્યો છે. મેં મારા જીવનના ચાર વર્ષ ટાઇમપાસ કરવા વિતાવ્યા છે. પણ હવે હું તારી સાથે છું, બેબી.” નેટીઝન્સે ટ્રોલ કર્યું
આદર જૈને પ્રેમથી આ સ્પિચ આપી હતી, પરંતુ ‘ટાઇમપાસ’ શબ્દનો ઉપયોગ નેટીઝન્સને પસંદ આવ્યો ન હતો. સોશિયલ મીડિયા યુઝર્સે તેના નિવેદનને એક્ટ્રેસ તારા સુતારિયા સાથેના તેના પાસ્ટ સાથે જોડ્યું, બંનેએ 2023માં બ્રેકઅપ પહેલા ચાર વર્ષ સુધી ડેટ કર્યું હોવાના અહેવાલ છે. આના પર નેટીઝન્સે પોતાની રિએક્શન આપવાનું શરૂ કર્યું. એક યુઝરે લખ્યું કે, ટાઈમપાસનો સંદર્ભ તેના પાત્રને વ્યાખ્યાયિત કરે છે. બીજાએ લખ્યું, તમે તારા સાથે ખોટું કર્યું. યુઝર્સે આવી ઘણી કોમેન્ટ કરી વરરાજાને જ ટ્રોલ કર્યો. મહેંદી સેરેમનીનો વીડિયો વાઈરલ
વાઈરલ ક્લિપમાં, આરકે તેની પત્ની આલિયા અને કઝીન કરીના અને કરિશ્મા સાથે ડાન્સ કરતા જોવા મળે છે. કપૂર બહેનો આલિયાને ડાન્સ ફ્લોર પર સાથે લઈ જતી જોવા મળી હતી. રણબીર કપૂર પણ તેની પાછળ જતો દેખાય રહ્યો છે. તેણે સુખબીરના હિટ ગીત ‘ઇશ્ક તેરા તડપવે’ પર ડાન્સ કર્યો. કરીના પાકિસ્તાની સૂટ પહેરીને મહેંદી સેરેમનીમાં પહોંચી હતી
આદર-અલેખાની મહેંદીમાં કરિશ્મા કપૂર અને કરીના કપૂરનો લુક પણ ચર્ચામાં રહ્યો. મહેંદી સેરેમનીની તસવીરો સામે આવી છે, જેમાં કપૂર બહેનોની સાદગી જોવા મળી અને તેનો લુક સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. પાકિસ્તાની સૂટ પહેરીને કરીના મહેંદી સેરેમનીમાં પહોંચી હતી. જ્યારે દેવર આદર જૈનની મહેંદીમાં, આલિયા શરારા સ્ટાઇલના પીળા કલરના ડ્રેસમાં જોવા મળી હતી, જેમાં મોતીનું વર્ક અને એમરોડરી કરી હતી. તેના લુકમાં જોવા જેવી વાત તેની હેરસ્ટાઈલ હતી. એક્ટ્રેસની હેરસ્ટાઈલે તેની સુંદરતામાં વધારો કરી રહી હતી. આલિયાની માતા સોની રાઝદાન પણ પાર્ટીમાં હાજર રહ્યા હતા અને તેમને દીકરી-જમાઈ સાથે ફોટો પડાવ્યો હતો. આ સ્ટાર્સે પણ મહેંદીમાં હાજરી આપી હતી
નીતુ કપૂર તેમની પુત્રી રિદ્ધિમા કપૂર સાથે પાર્ટીમાં પહોંચી હતી. પાર્ટીમાં નીતુ કપૂર લીલા રંગના સલવાર સૂટમાં એથનિક લુકમાં જોવા મળી હતી. ત્યાં રિદ્ધિમા કપૂર પણ લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. એટલું જ નહીં, અન્ય સેલેબ્સ પણ મહેંદીમાં હાજર રહ્યા હતા. જેમાં ટીના અંબાણી, જયા બચ્ચન અને રિતેશ સિધવાની જેવા સ્ટાર્સના નામ શામેલ છે. શશિ કપૂરના પુત્રો કરણ અને કુણાલ કપૂર પણ મહેંદીમાં હાજર રહ્યાં હતાં. આદર જૈન રાજ કપૂરનો પૌત્ર છે
આદર રીમા જૈન અને મનોજ જૈનનો પુત્ર છે. રીમા જૈન સ્વર્ગસ્થ રાજ કપૂરની પુત્રી છે. કપૂર પરિવાર સાથે જોડાયેલા, તેઓ હંમેશા ફિલ્મો તરફ ઝુકાવ ધરાવતા હતા અને આદર 2017 માં કૈદી બેન્ડ સાથે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ પછી તે મોગલ અને હેલો ચાર્લી ફિલ્મોમાં જોવા મળ્યો. જો કે આદરની ત્રણ ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. આદર 4 વર્ષથી તારા સુતરિયા સાથે રિલેશનશિપમાં હતો
આ પહેલા આદર જૈનનું નામ અભિનેત્રી તારા સુતરિયા સાથે જોડાયું હતું. બંને લગભગ 4 વર્ષ સુધી રિલેશનશીપમાં હતા અને પછી તેમનું બ્રેકઅપ થઈ ગયું. આદર અને તારા દિવાળીની પાર્ટીમાં મળ્યા હતા. બંનેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી, ત્યારપછી આ કપલ ઘણીવાર ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યું હતું. સંબંધોની અફવાઓ હોવાથી તારા કપૂર દરેક નાના-મોટા ફંક્શનમાં પરિવાર સાથે જતી હતી. પરંતુ થોડા સમય પછી તારાએ પોતે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તે હાલમાં સિંગલ છે અને કોઈની સાથે રિલેશનશિપમાં નથી. તારા સુતારિયા સાથેના બ્રેકઅપ પછી, આદર જૈન પ્રથમ વખત કરીનાની દિવાળી પાર્ટીમાં અલેખા અડવાણી સાથે જોવા મળ્યો હતો. બંનેએ પાપારાઝી માટે પોઝ પણ આપ્યા હતા. થોડા દિવસો પછી આદરે એક પોસ્ટ દ્વારા અલેખા સાથેના તેના સંબંધોની પુષ્ટિ કરી હતી. તેણે અલેખાનો હાથ પકડીને ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. આ પોસ્ટ સાથે તેણે કેપ્શનમાં લખ્યું – મારા જીવનનો પ્રકાશ.