જુદી જુદી પોલીસ ભરતીઓ માટે દોડવીરો માટે રમતગમતના મેદાનમાં પ્રેક્ટિસ માટે તેમજ દોડની સ્પર્ધાત્મક પરીક્ષા માટે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ક્યાંય સિન્થેટિક ટ્રેક નથી, જિલ્લા તલાટી મંડળે બનાસકાંઠા કલેક્ટરને લેખિત રજૂઆત કરી સિન્થેટિક ટ્રેક બનાવવાની માંગ કરી છે. તલાટી મંડળે કલેકટરને લેખિત રજૂઆત કરીને જણાવ્યું હતું કે “બનાસકાંઠાએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે. જેમાં જિલ્લામાં 725 તલાટી કમ મંત્રી ફરજ બજાવે છે. સરકારની પોલીસ, આર્મી, ફોરેસ્ટ ભરતી માટે તૈયારી કરતાં યુવાનો તેમના જરૂરી દાખલા મેળવવા ગ્રામ પંચાયત કચેરી ખાતે આવતા હોય છે ત્યારે તલાટીઓ દ્વારા સરકારી પરીક્ષા માટે તૈયારી કરતાં યુવાનો સાથે વાર્તાલાપ દરમિયાન જણાવ્યું કે પોલીસ, આર્મી, ફોરેસ્ટ જેવી પ્રેક્ટિકલ પરીક્ષા માટે તેમજ ખેલમહાકુંભની તૈયારી કરતાં સ્કૂલ/કોલેજના વિધ્યાર્થીઓ કે પછી મેરેથોનની તૈયારી કરતાં યુવાનોને સ્વાસ્થય પ્રત્યે જાગૃતો માટે હાલમાં દોડના મેદાનની વ્યવસ્થિત સુવિધા નથી. જેના લીધે મોટાભાગના યુવાનો ભરતી દરમિયાન પ્રેક્ટિકલમાં નાપાસ પણ થઈ રહ્યા છે. યુવાનો આડાવળા ખાડાવાળા મેદનોમાં ગમે ત્યાં દોડવાની તૈયારી કરી રહ્યા છે, પાલનપુરમાં સરકારી સ્પોટ્સ સંકુલમાં 200 મીટર દોડવા માટેનો ટ્રેક પણ માટીથી બનેલો છે જેમાં પણ અમુક કલાક સુધી જ પ્રેક્ટિસ કરવાનો સમય મળે છે. જો યુવાનોને આધુનિક સુવિધા સાથેનું મેદાન એટ્લે કે રબ્બર ટ્રેક વાળા ગ્રાઉન્ડની સુવિધા ઊભી કરવામાં આવે તો ફાયદાકારક સાબિત થાય છે. પાટણ અને સાબરકાંઠામાં રબર ટ્રેક છે બનાસકાંઠામાં પણ હોવો જોઈએ દોડ પ્રત્યે જાગૃકતા કેળવાય તે માટે બાલારામ ખાતે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત દિવ્ય ભાસ્કર દ્વારા પણ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા બધા મેરેથોન રનર્સે ભાગ પણ લીધો હતો. પાડોશી જિલ્લા સાબરકાંઠા અને પાટણમાં રબર ટ્રેક બનેલા છે. તો આપણા બનાસકાંઠા જિલ્લામાં પણ હોવો જોઈએ તેવી જિલ્લા કલેકટર કચેરીમાં રજૂઆત કરવામાં આવી છે. > મહેશ ડેલ પ્રમુખ જિલ્લા તલાટી મહામંડળ