રેખા ગુપ્તા આજે દિલ્હીના 7મા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેઓ દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી બનશે. શપથ ગ્રહણ સમારોહ બપોરે 12 વાગ્યે રામલીલા મેદાનમાં યોજાશે. તેમની સાથે 6 મંત્રીઓ પણ શપથ લેશે. જેમાં પ્રવેશ વર્મા, આશિષ સૂદ, મનજિંદર સિંહ સિરસા, રવિન્દર ઇન્દ્રરાજ સિંહ, કપિલ મિશ્રા અને પંકજ કુમાર સિંહના નામ સામેલ છે. શપથ લેતા પહેલા રેખા ગુપ્તાએ ગુરુવારે સવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું, ‘આ એક મોટી જવાબદારી છે. મારા ઉપર વિશ્વાસ કરવા માટે હું પીએમ મોદી અને ભાજપ હાઇકમાન્ડનો આભાર માનું છું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું દિલ્હીનો મુખ્યમંત્રી બનીશ. આ એક ચમત્કાર જેવું છે. આ સમાચાર વધુ અપડેટ થઈ રહ્યા છે…