રેખા ગુપ્તાએ વડાપ્રધાન મોદીની હાજરીમાં દિલ્હીના 9મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં. પ્રવેશ વર્માએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં. રેખા ગુપ્તા સાથે 6 મંત્રીઓ પણ શપથ લીધા. આમાં અરવિંદ કેજરીવાલને હરાવનાર પ્રવેશ વર્મા, આશિષ સૂદ, મનજિંદર સિંહ સિરસા, રવિન્દ્ર ઇન્દ્રરાજ સિંહ, કપિલ મિશ્રા અને પંકજ કુમાર સિંહના નામ શામેલ છે. આ શપથ ગ્રહણ સમારોહમાં રામલીલા મેદાનમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, ધારાસભ્યો, નેતાઓના જમાવડામાં પીએમ મોદીની સ્ટેજ પર સિલેક્ટેડ મુલાકાત જોવા મળી. આ મુલાકાતે વડાપ્રધાનના ટીકાકારોને ફરી એક વખત તેમનાં વખાણ કરી દીધા છે. કેવી હતી આ મુલાકાત જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો.