દિલ્હીના રાજકારણમાં મોટી ઊલટફેર થઈ છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતા વિજેન્દ્ર ગુપ્તા દિલ્હી વિધાનસભાના નવા સ્પીકર તરીકે ચૂંટાયા છે. આ એ જ એસેમ્બલી છે જ્યાં માર્શલ્સ દ્વારા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. 2025ની દિલ્હી ચૂંટણીમાં ભાજપે જીત મેળવી, ત્યારબાદ આજે ગુપ્તા એ જ વિધાનસભાના અધ્યક્ષ તરીકે પાછા ફર્યા છે. તેમણે 2015થી રોહિણી બેઠક જાળવી રાખી છે. આ અંગે વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું- “દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ બનવાની આ જવાબદારી મને આપવા બદલ હું પાર્ટીનો આભારી છું. હું મારી જવાબદારી નિભાવીશ. મને આશા છે કે ગૃહમાં સ્વસ્થ ચર્ચા થશે” ભાજપનું સત્તામાં પુનરાગમન અને ગુપ્તાની નવી ભૂમિકા
27 વર્ષ પછી દિલ્હીમાં સત્તા પર આવેલી ભાજપે વિજેન્દ્ર ગુપ્તાને વિધાનસભાના અધ્યક્ષ બનાવીને રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર કર્યો છે. ખાસ વાત એ છે કે ભૂતપૂર્વ સ્પીકર રામ નિવાસ ગોયલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બંને હવે ગૃહનો ભાગ નથી. ગુપ્તાએ 2015 અને 2020 ની વિધાનસભા ચૂંટણીમાં કેજરીવાલ લહેર છતાં રોહિણી બેઠક જીતી હતી. હવે તેઓ એ જ વિધાનસભાની કાર્યવાહીનું નેતૃત્વ કરશે જ્યાંથી તેમને એક વખત બહાર કાઢવામાં આવ્યા હતા. એક રીતે, આ રાજકીય સંતુલન પરત ફરવા જેવું લાગે છે. ગુપ્તા રોહિણીથી સતત ત્રણ વખત જીત્યા
તમને જણાવી દઈએ કે બાનિયા સમુદાયના વિજેન્દ્ર ગુપ્તાએ 2025ની વિધાનસભા ચૂંટણીમાં સતત ત્રીજી વખત રોહિણી બેઠક જીતી હતી. તેમણે આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર પ્રદીપ મિત્તલને 37,000 થી વધુ મતોના માર્જિનથી હરાવ્યા. ગુપ્તા દિલ્હી ભાજપ એકમના ભૂતપૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે પણ તેમની ભૂમિકા ભજવી ચૂક્યા છે. માર્શલ્સ દ્વારા ઊંચકીને સંસદમાંથી બહાર કઢાયા હતા કાઉન્સિલરથી વિધાનસભા સ્પીકર સુધી, જાણો રાજકીય સફર
વિજેન્દ્ર ગુપ્તાની રાજકીય સફર ઘણી લાંબી અને રસપ્રદ રહી છે. હવે એક નવો પડકાર – વિધાનસભાની કાર્યવાહી સંભાળવી
આ ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ તરીકે ગુપ્તાની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે. ભાજપ પાસે ગૃહમાં બહુમતી હોવા છતાં, વિપક્ષી પક્ષો તરફથી પડકાર યથાવત રહેશે. હવે જોવાનું એ રહે છે કે તેઓ કેટલા નિષ્પક્ષ અને અસરકારક રીતે ગૃહ ચલાવી શકે છે.