back to top
Homeગુજરાતસુરત રેલવે સ્ટેશન મોડર્નાઇઝેશન:વરાછા ફ્લાયઓવર બ્રિજ જોડાણ માટે છ માસના ટ્રાફિક નિયંત્રણોની...

સુરત રેલવે સ્ટેશન મોડર્નાઇઝેશન:વરાછા ફ્લાયઓવર બ્રિજ જોડાણ માટે છ માસના ટ્રાફિક નિયંત્રણોની જાહેરાત

સુરત રેલ્વે સ્ટેશનના મોડર્નાઇઝેશનના ભાગ રૂપે, સુરત ઇન્ટેગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ (SITCO) દ્વારા નવા ફ્લાયઓવર બ્રિજને વરાછા ફ્લાયઓવર બ્રિજ સાથે જોડવા માટે નિર્માણ કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે. આ કામ 15 ફેબ્રુઆરી, 2025થી છ માસ સુધી ચાલશે. મુખ્ય માર્ગ પર વાહન વ્યવહાર પ્રતિબંધ
સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌત (IPS) દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં સેન્ટ્રલ વેરહાઉસ ત્રણ રસ્તાથી વૈશાલી સર્કલ સુધીના માર્ગ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર અને પાર્કિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુખ્ય નિયમો
વરાછા સેન્ટ્રલ વેરહાઉસથી વૈશાલી ત્રણ રસ્તા સુધીનો (સુરત શહેર તરફ જતો) એકતરફી માર્ગ છ માસ માટે બંધ રહેશે.ભારદારી વાહનો અને ખાનગી લકઝરી બસો રાતે રાત્રિ 10 થી સવારે 6 સુધી જ આ રસ્તાથી પસાર થઈ શકશે.ફૂટપાથ પર રાહદારીઓ માટે કોઈ પ્રતિબંધ લાગુ નહીં થાય. વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા
(A) સામાન્ય વાહનો માટે
હિરાબાગ જંકશનથી સેન્ટ્રલ વેરહાઉસ, વસંતભીખાની વાડી, નિર્મલ છાયા, ત્રિકમનગર, સિદ્ધાર્થ નગર, TP રોડ, ઉગમનગર, જે.બી. ડાયમંડ સર્કલ, લંબે હનુમાન પોલીસ ચોકી, પોદ્દાર આર્કેટ, આયુર્વેદિક ગરનાળું થઈ સુરત સ્ટેશન.
(B) હેવી ટ્રક અને લકઝરી બસો માટે
હિરાબાગ જંકશનથી મીની બજાર, માનગઢ ચોક, અંકુર ચાર રસ્તા, દેવજીનગર અને આજુબાજુના વિસ્તાર.
(C) શહેરમાં પ્રવેશતી હેવી ટ્રક અને લકઝરી બસો માટે
વલ્લભાચાર્ય રોડ, ગૌશાળા સર્કલ અને કતારગામ તરફ.
કાપોદ્રા ચાર રસ્તાથી શ્રીરામ મોબાઇલ, રચના સર્કલ, ગાયત્રી સર્કલ, રેશ્મા સર્કલ, સીતાનગર, જૂની બોમ્બે માર્કેટથી સુરત શહેર. અપવાદ
પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર, SMC અને સરકારી વાહનો માટે આ પ્રતિબંધ લાગુ નહીં પડે. જાહેરનામાના ભંગ માટે દંડની જોગવાઈ
ગુજરાત પોલીસ એક્ટ-1951 ની કલમ 131 અને ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023 ની કલમ 223 હેઠળ પગલાં લેવામાં આવશે.આ જાહેરનામું 31 ઓગસ્ટ, 2025ના રાત્રિ 12 વાગ્યા સુધી અમલમાં રહેશે. સુવિધાજનક અને સલામત ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા માટે જનતાને આ નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments