ગુજરાતભરમાં જીવલેણ કેન્સર સામે જીત મેળવનારા યુવક – યુવતીઓ કેન્સરને હરાવવા નીકળ્યા છે. મુંબઇની આ કેન કીડસ સંસ્થાના કાર્યકરો ગુરૂવારે દાંતા પોલીસ સ્ટેશન બેઇઝ સ્પોર્ટ સેન્ટરમાં પહોંચ્યા હતા. જેમણે કેન્સર સામે લડવાની જાગૃતિ આપી હતી. જેમાં 0 થી 19 વર્ષ સુધી વ્યક્તિને કેન્સર હોય તો નં.9953591578 ઉપર જાણ કરવાથી વિનામૂલ્યે સારવાર થશેનું જણાવ્યું હતું. મુંબઇની કેન કીડસ સંસ્થા જેની બ્રાંચ ઓફિસ અમદાવાદ સિવિલ હોસ્પિટલ સામે અને દિલ્હીમાં પણ આવેલી છે. તેમના દ્વારા સમગ્ર ભારતમાં 0 થી 19 વર્ષ સુધીના બાળકો યુવકોને કેન્સરની વિનામૂલ્યે સારવાર કરવામાં આવે છે. આ સંસ્થા થકી કેન્સર સામે જીત મેળવનારા યુવક- યુવતીઓ 15 તારીખથી ગુજરાતમાં જાગૃતિ માટે નીકળ્યા છે. જેઓ ગુરુવારે દાંતા પોલીસ સ્ટેશન બેઇઝ સ્પોર્ટ સેન્ટરમાં આવ્યા હતા. જ્યાં કાઉન્સિલર જયાબેન સાથે લોકોને કેન્સર સામે જાગૃતિ આપી હતી. ટીમના શ્યામ ડોબરીયા અને વિકાસ યાદવે જણાવ્યું હતુ કે, હોસ્પિટલો, તબીબી વ્યાવસાયિકો અને રાજ્ય સરકારો સાથે ભાગીદારી કરીને ભારતના 58 શહેરો અને 22 રાજ્યોમાં શ્રેષ્ઠ સારવાર, સંભાળ અને સહાયની સુલભતા સુનિશ્ચિત કરે છે. 141 કેન્સર સારવાર કેન્દ્રોમાં ફેલાયેલા સહયોગ સાથે 95,000 થી વધુ બાળકોના જીવન પર સકારાત્મક અસર કરી છે. વર્ષ 2016 થી ગુજરાતમાં 6400 થી વધુ બાળકોને સર્વાંગી સંભાળ અને સહાય પૂરી પાડી છે. _photocaption_મુંબઇની કેન કીડસ સંસ્થાના કાર્યકરો દાંતા પોલીસ સ્ટેશન બેઇઝ સ્પોર્ટ સેન્ટરમાં જાગૃતિ આપી હતી*photocaption* રેલી ઉ.ગુ.ના વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ કરશેરેલી મહેસાણા, ઊંઝા, પાલનપુર, અંબાજી, શામળાજી, મોડાસા અને હિંમતનગર સહિત વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ કરશે. 0 થી 19 વર્ષના યુવકને કેન્સર હોય તો હેલ્પલાઇન નં. 9953591578 ઉપર જાણ કરો વિનામૂલ્યે સારવાર થશે.