મધ્ય પ્રદેશથી એક બાર વર્ષનો કિશોર ટ્રેનમાં બેસીને સુરત આવી ગયો હતો. સુરત રેલ્વે સ્ટેશન પર એકલો બેસેલા કિશોરને જોઈને સુરત રેલ્વે પોલીસની ટીમે પૂછપરછ કરતા ચોકાવનારી વિગત સામે આવી હતી. આ બાર વર્ષનો કિશોરને માતા-પિતા પ્રેમ ન કરતા હોવાનું અનુમાન લગાવી લીધું હતું અને ઘરે એક ચિઠ્ઠી છોડીને આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે, મુજે મમ્મીને મારા ગેરો મેં કહા દમ થા જા રહા હું મુજે મત ઢુંઢના. રેલવે પોલીસ દ્વારા આ બાબતે તપાસ કરતા કિશોર મધ્યપ્રદેશનો હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ તેના પરિવારને જાણ કરી કિશોરને સોંપી દીધો હતો. માતા-પિતા મોટા ભાઈને પ્રેમ કરે છે
મળતી માહિતી પ્રમાણે, સુરત રેલ્વે સ્ટેશન પર શી ટીમ પેટ્રોલીગમાં હાજર હતા તે વખતે એક પેસેન્જર આવી જણાવ્યુ હતું કે એક 10થી 12 વર્ષનો કિશોર એકલો તેઓની પાસે બેસેલ છે અને તે કઇ બોલતો ન હોય જેથી કિશોર આપની સાથે કોઇ વાત કરે અને હકીકત જણાવે તો કઇક ખબર પડશે. જેથી કિશોરની પુછપરછ કરતા જણાવ્યુ હતું કે તેના માતા-પિતા તેને પ્રેમ કરતા ન હોય અને મોટા ભાઈને પ્રેમ કરે છે અને તેને ગાડી પણ લાવી આપી છે મને કઈ લાવી આપતા નથી, મને ભણવા બાબતે બોલબોલ કર્યા કરે છે. માતા-પિતા મારશે એવા ડરથી મોબાઈલ નંબર નહોતો આપતો
કિશોર વધુમાં રેલ્વે પોલીસને જણાવ્યું હતું કે, ગત 17 ફેબ્રુઆરીના રોજ હુ ઘરેથી સ્કુલે જવા સાયકલ લઇને નીકળી ગયો હતો અને મઘ્યપ્રદેશના રીવા રેલ્વે સ્ટેશન સાયકલ મુકીને કોઇ પણ ટ્રેનમાં સુરત આવી ગયો હતો. ત્યારબાદ કિશોરે તેનું નામ અને ઉંમર 12 વર્ષ જણાવી હતી અને ગામમાં જ આવેલી સ્કૂલમાં અભ્યાસ કર્યો હોવાનું જણાવ્યું હતું. કિશોરને તેના માતા-પિતાના મોબાઇલ નંબર વિશે પૂછતા તેને જણાવ્યુ કે, તેને યાદ નથી અને તે ઘરે જશે તો તેમના માતા-પિતા મારશે તે ડરથી મોબાઇલ નંબર આપતો ન હતો. કિશોર ચિઠ્ઠી લખીને નીકળી ગયો હતો
સુરત રેલ્વે પોલીસે કિશોરે જણાવેલ સરનામે પોલીસનો સંપર્ક કરી કિશોર વિશે માહિતી આપી હતી. રામપુર બધેલાન પોલીસ સ્ટેશન પોલીસ કર્મચારીએ જણાવ્યું કે, કિશોર ગુમ થયા અંગેની પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ થઈ છે અને કિશોર તેના ઘરે એક ચીઠ્ઠી લખીને મૂકી ગયો છે, જેમાં લખવામાં આવ્યુ છે કે મુઝે અપનોને લુટા ગૈરોમે કહા દમ થા, મુઝે મમ્મીને મારા ગૈરોમે કહા દમ થા, જા રહા હુ મુઝે મત ઢૂંઢના જબ મૈ, કમાને લગુગાં તબ મૈ મોબાઇલ ખરીદ કર પપ્પા કો ફોન કરૂગા એવી ચિઠ્ઠી લખીને નીકળી ગયો હતો. પોલીસ સ્ટેશનમાં ભાવુક દ્રશ્યો સર્જાયા
કિશોરના પિતાન મોબાઇલ નંબર મળતા તેઓને તેમના દીકરા વિશે માહિતી આપી હતી. આજરોજ કિશોરના માતા-પિતા આવતા તેઓના યોગ્ય આધાર પુરાવા નિવેદન કિશોરનો કબ્જો તેના માતાપિતાને સોપવામાં આવ્યો હતો. કિશોરને સહીસલામત રાખી વળી વારસને સોંપવામાં આવતા ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા. આ સરહાનીય કામગીરી સુરત શી.ટીમ દ્વારા કરવામાં આવી છે.