back to top
Homeગુજરાત‘ચીટ’ જીપીટી:ચાલુ પરીક્ષાએ ચેટજીપીટી દ્વારા ચોરી કરતા 2 વિદ્યાર્થી ઝડપાયા

‘ચીટ’ જીપીટી:ચાલુ પરીક્ષાએ ચેટજીપીટી દ્વારા ચોરી કરતા 2 વિદ્યાર્થી ઝડપાયા

સુરતના ઇતિહાસમાં પહેલી વખત સીબીએસઇની ધો. 12ની મુખ્ય જાહેર પરીક્ષામાં ગેરરીતિના 2 કેસ નોંધાયા છે. બન્ને વિદ્યાર્થીઓ ધો. 12 સાયન્સના છે અને તેઓ શુક્રવારની ફિઝિક્સની પરીક્ષામાં એઆઇ ટેક્નોલોજીની એપ્લિકેશન ચેટ જીપીટીથી પ્રશ્નના જવાબ લખતા પકડાયા છે. આ બન્ને વિદ્યાર્થીઓને નવા નિયમો મુજબ સજા આપવામાં આવી છે. જેમાં ચાલુ વર્ષ 2025-26 અને આવતા નવા શૈક્ષણિક વર્ષ 2026-27માં સુધી એમ 2 વર્ષ સીબીએસઇની ધો.12ની પરીક્ષા આપી શકશે નહીં. અહીં, એક વિદ્યાર્થી લસકાણાની સ્વામિનારાયણ મિશન સ્કૂલમાંથી પકડાયો છે, જ્યારે બીજી વિદ્યાર્થિની પીપલોદની મહેશ્વરી વિદ્યાપીઠ સ્કૂલમાંથી પકડાઈ છે. આ બે સ્કૂલ સીબીએસઇની ધો-12ની મુખ્ય જાહેર પરીક્ષાના સેન્ટર છે. અન્ડરવેર ચેક થતા નહીં હોવાથી મોબાઇલ છુપાવ્યો
બન્ને વિદ્યાર્થી અંત:વસ્ત્રોમાં મોબાઇલ છુપાવીને લાવ્યા હતાં. તેમણે વૉશરૂમમાં જઈને ચેટજીપીટીની મદદથી જવાબ શોધીને ક્લાસમાં પેપરની નીચે મોબાઇલ મુકીને ઉત્તરો લખ્યા હતા. સુપરવાઇઝરનું ધ્યાન પડતા તેઓ ઝડપાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments