પાકિસ્તાનમાં 29 વર્ષ પછી ICC ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. 1996ના વર્લ્ડ કપ પછી પહેલી વાર દુનિયાની મોટી ટીમો પાકિસ્તાનમાં છે. આ પ્રસંગ ખાસ છે, આથી જ ભાસ્કર પણ પાકિસ્તાન પહોંચ્યું છે. આગામી 20 દિવસ સુધી ક્રિકેટ સંબંધિત અહેવાલો ભાસ્કર એપ અને ભાસ્કર અખબારમાં ઉપલબ્ધ રહેશે. સાથે જ સ્પેશિયલ સ્ટોરીઝ અને ક્રિકેટર્સના ઈન્ટરવ્યૂ પણ મળશે. પરંતુ વાત માત્ર ક્રિકેટ વિશે જ નહીં, ભાસ્કરના રિપોર્ટર બિક્રમ પ્રતાપ સિંહ સામાન્ય પાકિસ્તાનીઓના જીવન, પહેરવેશથી લઈને ચટાકા સુધી બધું જ તમને જણાવશે. આ સાથે, લાહોર, રાવલપિંડી, કરાચી, ઇસ્લામાબાદ અને મુલતાનમાં શું ખાસ છે. રાજકારણ અને સમાજમાં શું ચાલી રહ્યું છે. નેતાઓના ઇન્ટરવ્યૂ પણ હશે. આ બધું 22 ફેબ્રુઆરીથી, એટલે કે આવતીકાલથી મળશે.
તો વાંચતા, જોતા અને સાંભળતા રહો દિવ્ય ભાસ્કર એપ.