મહાકુંભમાં આવતા-જતા જુદા-જુદા ત્રણ અકસ્માતોમાં 16 લોકોના મોત થયા હતા. આમાંથી બે અકસ્માત ઉત્તર પ્રદેશમાં અને એક બિહારમાં સર્જાયો હતો. બે અકસ્માતમાં, લોકો મહાકુંભમાં સ્નાન કરીને પાછા ફરી રહ્યા હતા, જ્યારે એક પરિવાર સ્નાન કરવા જઈ રહ્યો હતો. બિહારના ભોજપુરમાં મહાકુંભ મેળામાંથી પરત ફરી રહેલી એક કાર ટ્રકના પાછળના ભાગમાં અથડાઈ ગઈ. આમાં 6 લોકોના મોત થયા હતા. આ ચાર લોકો એક જ પરિવારના હતા. તેમજ, વારાણસીના પ્રયાગરાજ હાઇવે પર શ્રદ્ધાળુઓને લઈ જતી એક કાર પાર્ક કરેલા ટ્રક સાથે અથડાઈ હતી. આ લોકો નહાવા જઈ રહ્યા હતા. આ તરફ, યુપીના ગાઝીપુરમાં, મહાકુંભથી પરત ફરી રહેલી એક કાર વારાણસી-ગોરખપુર હાઇવે પર પાર્ક કરેલી ટ્રેલર સાથે અથડાઈ ગઈ. આમાં 4 લોકોના મોત થયા. મૃતકોમાં પૂર્ણિયા (બિહાર)ના સાંસદ પપ્પુ યાદવની ભાણીનો પણ સમાવેશ થાય છે. જાણો કેવી રીતે થયા ત્રણેય અકસ્માતો… 1. ભોજપુરમાં કાર ટ્રક સાથે અથડાઈ બિહારના ભોજપુરમાં મહાકુંભ મેળામાંથી પરત ફરી રહેલા 6 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા છે. માર્યા ગયેલાઓમાં એક જ પરિવારના ચાર સભ્યો (દંપતી, પુત્ર અને ભત્રીજી)નો સમાવેશ થાય છે. આ ઘટના શુક્રવારે સવારે પટનાથી 40 કિમી દૂર આરા-મોહનિયા નેશનલ હાઈવે પર દુલ્હનગંજ બજાર ખાતે પેટ્રોલ પંપ પાસે બની હતી. અહીં કાર પાછળથી રસ્તાની સાઈડમાં ઉભેલા ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. કારનું એક વ્હીલ 20 ફૂટ દૂર પડેલું મળી આવ્યું હતું. બધા મૃતદેહો કારની અંદર ફસાયેલા હતા. ઘણી ડહેમત બાદ તમામ મૃતદેહો કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ લોકો પટનાના રહેવાસી હતા. મૃતક સંજય કુમારના ભાઈ કૌશલેન્દ્રએ જણાવ્યું કે 19 ફેબ્રુઆરીએ 13 લોકો પટનાથી પ્રયાગરાજ મહાકુંભ માટે રવાના થયા હતા. કારમાં ભાઈ, ભાભી, તેમની પુત્રી અને ભત્રીજી સહિત 6 લોકો હતા. એક સ્કોર્પિયોમાં 7 લોકો બેઠા હતા. ‘પ્રયાગરાજથી પટના પરત ફરતી વખતે, ભાઈ સંજય કુમારનો પુત્ર લાલ બાબુ કાર ચલાવી રહ્યો હતો.’ આ દરમિયાન, લાલ બાબુને દુલ્હનગંજ પેટ્રોલ પંપ પાસે ઝોકુ આવી ગયું હતું, જેના કારણે આ ભયાનક માર્ગ અકસ્માત થયો. જતા સમયે પણ લાલ બાબુને ઝોકુ આવી ગયું હતું, પણ અમે તેમને થોડા સમય માટે ગાડી ચલાવવાની ના પાડી હતી. પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો. 2. વારાણસીમાં કાર ઉભેલા ટ્રક સાથે અથડાઈ કર્ણાટકથી મહાકુંભમાં જઈ રહેલા શ્રદ્ધાળુઓની કાર વારાણસી-પ્રયાગરાજ હાઇવે પર પાર્ક કરેલા ટ્રક સાથે અથડાઈ ગઈ. પતિ-પત્ની સહિત 6 લોકોના મોત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે મહિલાનું માથું કપાઈને રસ્તા પર પડ્યુ હતું. કાર સંપૂર્ણપણે ડેમેજ થઈ ગઈ હતી. બધા મુસાફરો કારમાં ફસાઈ ગયા હતા. ચીસો સાંભળીને આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા. શુક્રવારે સવારે જીટી રોડ પર મિર્ઝામુરાદ પાસે આ અકસ્માત થયો હતો. ક્રુઝર જીપમાં ડ્રાઇવર સહિત 11 લોકો સવાર હતા. આ પરિવાર કર્ણાટકનો હતો. કારનો નંબર પણ કર્ણાટકનો હતો. પોલીસે જણાવ્યું કે ટ્રક હાઇવે પર પાર્ક કરેલી હતી. સવારે 7 વાગ્યે એક હાઇ સ્પીડ ક્રુઝર જીપે પાછળથી ટક્કર મારી. પોલીસે જણાવ્યું હતું કે ક્રુઝર ખૂબ જ ઝડપે દોડી રહી હતી. ડ્રાઇવરને ઝોકું આવવાથી આ અકસ્માત થયો હોવાની શંકા છે. ડ્રાઈવરની બાજી તરફનો ભાગ ટ્રકમાં ઘુસી ગયો હતો. અકસ્માતની 3 તસવીરો… 3. ગાઝીપુરમાં મહાકુંભમાંથી પરત ફરતી વખતે અકસ્માત, 4ના મોત યુપીના ગાઝીપુરમાં ગુરુવારે રાત્રે એક માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. મૃતકોમાં પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવની ભત્રીજી ડૉ. સોની યાદવ, તેમની કાકી ગાયત્રી દેવી, તેમજ વિપિન મંડલ અને ડ્રાઈવર સલાઉદ્દીનનો સમાવેશ થાય છે. દરેક જણ મહાકુંભ સ્નાન કરીને પ્રયાગરાજથી પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમની કાર વારાણસી-ગોરખપુર ફોર-લેન હાઈવે પર પાર્ક કરાયેલા ટ્રેલર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ડૉ.સોનીના આસિસ્ટન્ટ દીપક ઝા ગંભીર રીતે ઘાયલ છે. પ્રાથમિક તપાસમાં ડ્રાઈવર ઝોકુ આવવાના કારણે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે ડ્રાઈવર સલાઉદ્દીન ઊંઘ આવતી હતી ત્યારે દીપક ઝાએ કાર ચલાવવાનું શરૂ કર્યું. કાર રસ્તાની સાઈડમાં પાર્ક કરેલી ટ્રકમાં પાછળથી અંદર ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ ખરાબ રીતે ડેમેજ થયો હતો.