સૂત્રાપાડા નગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પ્રાદેશિક કમિશ્નરની સૂચના અને ચીફ ઓફિસર મૌલિક વૈંશના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં વન વે કોમ્યુનિકેશન પ્રસારણ દ્વારા સફાઈ કર્મચારીઓને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સૂત્રાપાડા તાલુકા હેલ્થ ઓફિસના સહયોગથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં સફાઈ કામદારો અને ગટર સફાઈ કામદારોની વિવિધ આરોગ્ય તપાસ કરવામાં આવી. તેમને સુરક્ષા માટે PPE કિટ અને સફાઈના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું. આ સાથે તેમને સ્વચ્છતા જાળવણી અંગે વિશેષ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું.