back to top
Homeગુજરાતઅમદાવાદ, ભાવનગર અને નડિયાદમાં 35 સ્થળોએ ITનું સર્ચ:રણછોડદાસ ધોળકિયા ગ્રુપ સહિત અન્ય...

અમદાવાદ, ભાવનગર અને નડિયાદમાં 35 સ્થળોએ ITનું સર્ચ:રણછોડદાસ ધોળકિયા ગ્રુપ સહિત અન્ય ઉદ્યોગપતિને ત્યાંથી 170 કરોડના બેનામી વ્યવહાર ઝડપાયા, 9 કરોડની મત્તા જપ્ત

અમદાવાદ, ભાવનગર અને નડિયાદમાં તમાકુ અને છીંકણી તથા રીઅલ એસ્ટેટના ધંધા સાથે સંકળાયેલા રણછોડદાસ ઝીણાભાઈ ધોળકિયા ગ્રુપ તથા અન્યોને ત્યાં 18 ફેબ્રુઆરીના રોજ આવકવેરા વિભાગે કુલ 35 સ્થળો પર સાગમટે દરોડા પાડ્યા હતા. ત્યારે આજે આ સર્ચ દરમિયાન 170 કરોડના બેનામી વ્યવહારો પકડાયા છે અને 9 કરોડની રોકડ તથા જ્વેલરી મળી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત આવકવેરા વિભાગની સર્ચ તથા દરોડાની કામગીરી દરમિયાન એક જ સ્થળેથી 20 પ્રાઈવેટ લોકર પૈકી 9 લોકર હજુ સીલ કરાયેલા છે અને તે સિવાયના 11 ખાનગી લોકર ઓપરેટ કરાયા છે. દરોડામાં 170 કરોડના બેનામી વ્યવહારો પકડાયા
આવકવેરા વિભાગની સર્ચ દરમિયાન મળી આવેલા ડોક્યુમેન્ટ ડિજીટલ ડેટાની પ્રાથમિક ચકાસણીમાં તમાકુ અને છીંકણીના રૂ. 70 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે તેમજ ઓનમની પ્રોપર્ટી વેચાણના રૂ. 30 કરોડના વ્યવહારો જોવા મળ્યા છે તેમજ જમીન, મકાનમાં રૂ. 30 કરોડનું રોકાણ જોવા મળ્યું છે અને રોકડાંથી ખરીદ-વેચાણના રૂ. 40 કરોડના બિનહિસાબી વ્યવહારો પકડાયા છે. 9 કરોડની રોકડ અને જ્વેલરી જપ્ત કરી છે
ઈન્કમટેક્સ વિભાગ દ્વારા 26 સ્થળોએ દરોડા તથા સર્ચની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દરોડાના અંત સુધીમાં સર્ચ તથા દરોડાના સ્થળનો આંકડો કુલ 35 ઉપર પહોંચ્યો હતો. IT વિભાગે રૂ. 4.5 કરોડની રોકડ જપ્ત કરાઈ હતી. જ્યારે રૂ. 14 કરોડની જ્વેલરી મળી હતી. પરંતુ સ્ટોકિંગ ટ્રેડ માટે હોવાથી તે પૈકી ફક્ત રૂ. 4.5 કરોડની જ્વેલરી જપ્ત કરાઈ છે. આમ, આવકવેરા વિભાગ દ્વારા કુલ રૂ. 9 કરોડની રોકડ અને જવેલરી જપ્ત કરવામાં આવી છે. આ ધંધાર્થીઓના રહેણાંક અને ધંધાના સ્થળો, ઓફિસોમાં સાગમટે દરોડા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments