સપ્તાહના અંતિમ દિવસે ભારે વોલેટિલિટી વચ્ચે ભારતીય શેરબજાર સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું હતું. ઓટોમોબાઈલ ઉદ્યોગને અમેરિકામાં નિકાસ પર ટ્રમ્પની 25% ટેરિફ લાદવામાં આવવાના સંજોગોમાં નેગેટીવ અસર સાથે ઈવી ઉત્પાદક ટેસ્લાની ભારતમાં એન્ટ્રીના અહેવાલો વચ્ચે ઓટો શેર્સમાં મોટાપાયે વેચવાલી સાથે ટ્રમ્પના વર્લ્ડ ટ્રેડ વોરમાં ડ્રગ્ઝ-ફાર્મા, ચીપ્સની અમેરિકામાં આયાત પર 25% ટેરિફના સંકેતે અને યુક્રેન મામલે અમેરિકા અને રશીયા એક થઈને કબજો કરવાના ઈરાદાએ ફરી જીઓપોલિટીકલ ટેન્શન ઊભું થવાની દહેશત વચ્ચે વૈશ્વિક બજારોમાં સતત સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં ફંડોએ સપ્તાહના અંતે ઈન્ડેક્સ બેઝડ સાવચેતી બતાવી હતી. ભારતીય શેરબજારમાં કોવિડ બાદની સૌથી મોટી મંદી જોવા મળી રહી છે. તેમાં પણ ફેબ્રુઆરી માસ સૌથી નિરાશાજનક રહ્યો છે. ચાલુ કેલેન્ડર વર્ષના બે માસમાં બીએસઈ સેન્સેક્સમાં અંદાજીત 3%થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે, જયારે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં અંદાજીત 9200 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો છે. ઉપરાંત વિદેશી રોકાણકારોએ ફેબ્રુઆરી માસમાં અત્યારસુધીમાં રેકોર્ડ રૂ.64.78 લાખ કરોડની વેચવાલી કરી છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં જોઈએ તો અત્યારસુધીમાં જ એફઆઈઆઈએ રૂ.1.07 લાખ કરોડની વેચવાલી નોંધાવી છે. કરન્સી માર્કેટની વાત કરીએ તો, આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઝડપી ઘટતાં જોવાયા હતા, જ્યારે ક્રૂડઓઈલના ભાવ વધ્યા મથાળેથી ઘટાડા પર રહ્યા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 1.18% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.43% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4060 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2246 અને વધનારની સંખ્યા 1701 રહી હતી, 113 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 4 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 18 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટાટા સ્ટીલ 1.88%, લાર્સેન લી. 1.10%, એચસીએલ ટેકનોલોજી 0.75%, એશિયન પેઈન્ટ 0.35%, એચડીએફસી બેન્ક 0.31%, એનટીપીસી લી. 0.25%, ટીસીએસ લી. 0.21%, નેસ્લે ઇન્ડિયા 0.14 અને બજાજ ફિનસર્વ 0.03% વધ્યા હતા, જયારે મહિન્દ્રા મહિન્દ્રા 6.07%, અદાણી પોર્ટ 2.57%, ટાટા મોટર્સ 2.46%, સન ફાર્મા 1.60%, પાવર ગ્રીડ કોર્પોરેશન 1.52%, ઝોમેટો લિ. 1.48%, આઈસીઆઈસીઆઈ બેન્ક 1.46%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 1.11% અને અલ્ટ્રાટેક સિમેન્ટ 1.02% ઘટ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 22822 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 22606 પોઈન્ટના પ્રથમ અને 22474 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 22880 પોઈન્ટ થી 22979 પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 22474 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 49031 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 48606 પોઈન્ટ પ્રથમ અને 48474 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 49009 પોઈન્ટ થી 49190 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 49303 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( 2428 ) :- આદિત્ય બિરલા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2380 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2344 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2454 થી રૂ.2640 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2474 ઉપર તેજી તરફી ધ્યાન…!!
કોટક મહિન્દ્ર બેન્ક ( 1955 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1937 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1923 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1967 થી રૂ.1980 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ( 2667 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પેસેન્જર કાર એન્ડ યુટિલિટી વ્હીકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.2690 આસપાસ વેચવાલી થકી રૂ.2647 થી રૂ.2606 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2733 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
મુથુત ફાઈનાન્સ ( 2203 ) :- રૂ.2234 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.2240 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.2188 થી રૂ.2170 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.2255 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા…
મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કારણે ભારત સહિત અનેક દેશો મુશ્કેલીમાં મુકાયા છે. તેમણે ઘણાં દેશો પર ટેરિફ લગાવવાની અને વધારવાની જાહેરાત કર્યા બાદ અનેક દેશોના અર્થતંત્ર સહિત શેરબજારમાં પણ ઘટાડો નોંધાયો છે. મૂડીઝ એનાલિટિક્સના રિપોર્ટ મુજબ, અમેરિકાના નવા ટેરિફ અને વૈશ્વિક માંગમાં નરમાઈના કારણે વર્ષ 2025માં ભારતીય અર્થતંત્રને પણ નુકશાન થવાની શક્યતા છે. નવા અમેરિકન ટેરિફ અને વૈશ્વિક માંગ ધીમી થવાથી નિકાસ પર અસર પડી રહી છે. નવા ટેરિફ અને વૈશ્વિક માંગમાં નરમાઈને કારણે નિકાસ પર અસર સમગ્ર વૃદ્ધિને ધીમી કરશે. મૂડીઝના અંદાજ મુજબ ચીનનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ વૃદ્ધિ દર 2024માં 5%થી ઘટીને 2025માં 4.2% અને 2026માં 3.9% પર પહોંચશે. એશિયા-પેસિફિક માટેના તેના અનુમાન મુજબ, 2024-25 અને 2025-26 બંને નાણાકીય વર્ષોમાં ભારતનો વિકાસ દર 6.4%ના દરે વધવાની ધારણા છે.