પંજાબના કેબિનેટ મંત્રી કુલદીપ સિંહ ધારીવાલ 20 મહિનાથી વહીવટી સુધારા વિભાગ સંભાળી રહ્યા હતા, પરંતુ પંજાબ સરકારમાં આ વિભાગ અસ્તિત્વમાં નહોતો. મંત્રી ધારીવાલને ક્યારેય ઓફિસ કે સચિવ મળ્યા નહીં. ક્યારેય કોઈ વિભાગની બેઠક નહોતી થઈ. મંત્રી પોતે પોતાના વિભાગની શોધ કરતા રહ્યા. એવું કહેવાય છે કે જ્યારે મંત્રીએ આ બધું મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યું ત્યારે તેમણે ભૂલ સુધારી. મુખ્યમંત્રીની સલાહ પર પંજાબના રાજ્યપાલે 7 ફેબ્રુઆરી, 2025ના રોજ એક ગેઝેટ સૂચના બહાર પાડી હતી જેમાં જણાવાયું હતું કે, વહીવટી સુધારા વિભાગ હવે અસ્તિત્વમાં નથી. 23 સપ્ટેમ્બર, 2024ના રોજ જારી કરાયેલ જાહેરનામામાં સુધારો કરવામાં આવ્યો હતો. આ પછી ધારીવાલ પાસેથી વહીવટી સુધારા પાછા લેવામાં આવ્યા અને ફક્ત NRI બાબતોનો વિભાગ તેમને સોંપવામાં આવ્યો. આશ્ચર્યજનક વાત એ છે કે વહીવટી સુધારા વિભાગ ફક્ત સરકારી રેકોર્ડમાં જ કાર્યરત હતો. 2023માં મળ્યો હતો વહીવટી સુધારા વિભાગ
મંત્રી કુલદીપ સિંહ ધારીવાલ અજનાલા વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. તેમણે અગાઉ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ સંભાળ્યો હતો. સરકારે તેને પાછું ખેંચી લીધું હતું. 1 જૂન, 2023ના રોજ તેમના પોર્ટફોલિયોમાં ફેરફારો કરવામાં આવ્યા હતા. ગુરમીત સિંહ ખુદિયાને કૃષિ અને કલ્યાણ વિભાગ આપવામાં આવ્યો. ધારીવાલને NRI બાબતો અને વહીવટી સુધારાનો પોર્ટફોલિયો સોંપવામાં આવ્યો હતો. પંજાબ સરકારની સૂચના… આ બાબતે કોણે શું કહ્યું?