back to top
Homeદુનિયાભગવદ ગીતા પર હાથ રાખીને કાશ પટેલે શપથ લીધા:FBI ડિરેક્ટર પદની જવાબદારી સંભાળતા કહ્યું, હું...

ભગવદ ગીતા પર હાથ રાખીને કાશ પટેલે શપથ લીધા:FBI ડિરેક્ટર પદની જવાબદારી સંભાળતા કહ્યું, હું અમેરિકન ડ્રીમને જીવી રહ્યો છું; ટ્રમ્પે કહ્યું- તેઓ એક શ્રેષ્ઠ અધિકારી

ભારતીય મૂળના કશ્યપ કાશ પટેલે શનિવારે ભગવદ ગીતા પર હાથ રાખીને યુએસ તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) ના ડિરેક્ટર તરીકે શપથ લીધા. ન્યૂ યોર્ક ટાઈમ્સ અનુસાર, તેમને યુએસ એટર્ની જનરલ પામ બોન્ડીએ શપથ લેવડાવ્યા. ટ્રમ્પના શપથ ગ્રહણ પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેમની પ્રશંસા કરી અને કહ્યું કે તેઓ FBI એજન્ટોમાં ખૂબ જ લોકપ્રિય છે, તેથી તેઓ તેમને આ મહત્ત્વપૂર્ણ જવાબદારી આપવા માંગતા હતા. ટ્રમ્પે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે પટેલ અત્યાર સુધીના સૌથી સક્ષમ FBI ડિરેક્ટર તરીકે ઓળખાશે. પટેલે કહ્યું- હું અમેરિકન ડ્રીમને જીવી રહ્યો છું
કાશ પટેલ FBIનું નેતૃત્વ કરનારા નવમા અધિકારી છે. શપથ લીધા પછી, તેમણે કહ્યું કે ઘણા લોકો કહે છે કે અમેરિકન ડ્રીમ ખતમ થઈ ગયું છે. પરંતુ તેમણે એ જોવું જોઈએ કે હું અમેરિકન ડ્રીમને જીવી રહ્યો છું. પટેલે કહ્યું- તમે પહેલી પેઢીના ભારતીય સાથે વાત કરી રહ્યા છો જે દુનિયાના સૌથી મહાન રાષ્ટ્રની એક મુખ્ય સરકારી એજન્સીનું નેતૃત્વ કરવા જઈ રહ્યો છે. આવું બીજે કશે જ થઈ શકે નહીં 2 રિપબ્લિકન સેનેટરોએ કાશ પટેલ વિરુદ્ધ મતદાન કર્યું
ગુરુવારે યુએસ સેનેટ દ્વારા કાશ પટેલની નિમણૂકને 51-49 મતના માર્જિનથી મંજૂરી આપવામાં આવી હતી. ડેમોક્રેટિક પાર્ટીના સાંસદો ઉપરાંત બે રિપબ્લિકન સાંસદો સુસાન કોલિન્સ અને લિસા મુર્કોવસ્કી ડોમાત્રે પટેલ વિરુદ્ધ મતદાન કર્યું. વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીના સાંસદોને ડર છે કે પદ સંભાળ્યા પછી, કાશ પટેલ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશોનું પાલન કરશે અને તેમના વિરોધીઓને નિશાન બનાવશે. ગુજરાતી પરિવારમાં જન્મેલા માતા-પિતા યુગાન્ડાથી ભાગ્યા કાશ પટેલ ભારતીય ઇમિગ્રન્ટ્સનો દીકરો છે. તેમનો જન્મ એક ગુજરાતી પરિવારમાં થયો હતો. 1970ના દાયકામાં યુગાન્ડાના શાસક ઈદી અમીને તેમને દેશ છોડવાનો આદેશ આપ્યા બાદ કાશ પટેલના માતા-પિતા કેનેડા થઈને અમેરિકા ભાગી ગયા હતા. 1988માં પટેલના પિતાને અમેરિકી નાગરિકતા મળ્યા બાદ એક વિમાન કંપનીમાં નોકરી મળી. 2004માં કાયદાની ડિગ્રી પૂર્ણ કર્યા પછી, જ્યારે પટેલને કોઈ મોટી કાયદાકીય પેઢીમાં નોકરી ન મળી ત્યારે તેમણે સરકારી વકીલ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. જોકે, તેમને પોતાને ગમતી નોકરી માટે 9 વર્ષ રાહ જોવી પડી. કાશ પટેલ 2013માં વોશિંગ્ટનમાં ન્યાય વિભાગમાં જોડાયા. ત્રણ વર્ષ અહીં રહ્યા પછી 2016 માં પટેલને ગુપ્ત માહિતી સાથે કામ કરતી સ્થાયી સમિતિમાં સ્ટાફ સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ વિભાગના વડા ડેવિડ નુન્સ હતા, જે ટ્રમ્પના કટ્ટર સાથી હતા. કાશ પટેલ મૂળ ભાદરણના, આજે પણ પિતા-દાદાના નામે જમીન છે કશ્યપ કાશ પટેલ મૂળ ભાદરણના વતની છે.ભાદરણ ગામે આવેલા મહાદેવવાળા ફળિયામાં તેમનું પૈતુક મકાન હતું. તેમના દાદા રમેશભાઈ પટેલ આશરે 70થી 75 વર્ષ પહેલાં આફ્રિકાના યુગાન્ડા ખાતે જઈને વસ્યા હતા.અને ત્યાં ઈદી અમીનની રંજાડ બાદ તેમનો પરિવાર કેનેડા અને ત્યાંથી અમેરિકા ભાગી છૂટ્યો હતો.બોરસદ તાલુકાના ભાદરણ ગામે મહાદેવવાળા ફળિયામાં તેમનું જે પૈતુક મકાન આવેલું હતું, જેને તેમણે વેચી નાંખ્યું છે. હાલ તે સ્થળે ખુલ્લી જમીન છે. તેમજ ભાદરણ ગામની સીમમાં તેમના બાપદાદાની વડીલોપાર્જિત જમીનો આવેલી છે જેમાં આજે પણ કશ્યપ પટેલના પિતા અને દાદાનું નામ બોલે છે. આ નિમણૂકને લઈ ભાદરણ ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.ગ્રામજનોની છાતી ગજ ગજ ફૂલી ગઈ છે. આ અંગે ભાદરણ ગામે રહેતા યશભાઈ પટેલે જણાવ્યું હતું કે કશ્યપ પટેલ અમારા કૌટુંબિક ભાઈ થાય છે. મારા દાદા અને તેમના દાદા પિતરાઈ ભાઈઓ હતા. તેમની જમીનો પણ હાલ ભાદરણ ખાતે આવેલી છે. તેમનું જે મકાન હતું તે વેચી દીધેલું છે. અમારા કૌટુંબિક ભાઈની એફબીઆઇના ડિરેક્ટર તરીકે નિમણૂક થતા અમારા પૂરા પરિવાર અને ખાનદાન માટે આ ખૂબ જ ગૌરવની ક્ષણ છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પે 2019માં જો બાઇડનના પુત્ર વિશે માહિતી એકત્રિત કરવા માટે યુક્રેન પર દબાણ કર્યું હતું. આ કારણે વિપક્ષ તેમનાથી ગુસ્સે થયો. કોઈપણ કાનૂની ગૂંચવણો ટાળવા માટે, ટ્રમ્પે આ બાબતમાં મદદ કરવા માટે સલાહકારોની એક ટીમ બનાવી. આમાં કાશ પટેલનું નામ પણ હતું. પછી તેનું નામ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. 2019 માં ટ્રમ્પ વહીવટમાં જોડાયા પછી કાશ પટેલ સફળતાની સીડી ચઢતા રહ્યા. તેઓ ટ્રમ્પ વહીવટમાં ફક્ત 1 વર્ષ અને 8 મહિના રહ્યા, પરંતુ બધાના ધ્યાનમાં આવી ગયા. ધ એટલાન્ટિક મેગેઝિનના એક અહેવાલમાં, પટેલને એવા વ્યક્તિ તરીકે વર્ણવવામાં આવ્યા છે જે ટ્રમ્પ માટે કંઈ પણ કરવા તૈયાર હતા. ટ્રમ્પ વહીવટમાં, જ્યાં લગભગ દરેક વ્યક્તિ પહેલાથી જ ટ્રમ્પ પ્રત્યે વફાદાર હતો, તેમની ગણતરી ટ્રમ્પના સૌથી વફાદાર લોકોમાં થતી હતી. આ જ કારણ છે કે ઘણા અધિકારીઓ તેમનાથી ડરતા હતા. ટ્રમ્પ પર એક પુસ્તક લખ્યું, તેમાં પણ મદદ કરી કાશ પટેલે નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટરના વરિષ્ઠ સલાહકાર તરીકે સેવા આપી છે. આ સમયગાળા દરમિયાન, તેમણે 17 ગુપ્તચર એજન્સીઓનું કામકાજ જોયું. આ પદ સંભાળતી વખતે, પટેલ અનેક મહત્ત્વપૂર્ણ બાબતોમાં સામેલ હતા. તે ISIS નેતાઓ, અલ-કાયદાના બગદાદી અને કાસિમ અલ-રિમીના ખાત્મામાં તેમજ અનેક અમેરિકન બંધકોને છોડાવવાના મિશનમાં સામેલ રહ્યા છે. ટ્રમ્પે પદ છોડ્યું ત્યારથી, કાશ પટેલે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના એજન્ડાને આગળ વધારવાનો પ્રયાસ ચાલુ રાખ્યો છે. કાશે “ગવર્નમેન્ટ ગેંગસ્ટર્સ: ધ ડીપ સ્ટેટ, ધ ટ્રુથ, એન્ડ ધ બેટલ ફોર અવર ડેમોક્રેસી” નામનું પુસ્તક લખ્યું છે. આમાં તેમણે જણાવ્યું છે કે સરકારમાં ભ્રષ્ટાચાર કેટલી હદે ફેલાયેલો છે. ડોનાલ્ડ ટ્રમ્પ સંબંધિત આ સમાચાર પણ વાંચો… ટ્રમ્પે 30 દિવસમાં આખા વિશ્વમાં ખળભળાટ મચાવ્યો:ટેરિફ, વિઝા, જન્મજાત નાગરિકતા; 16 નિર્ણયથી દરેક દેશના જીવ અધ્ધરતાલ, ભારતીયોને સાંકળોમાં બાંધીને ડિપોર્ટ કર્યા અમેરિકામાં ટ્રમ્પ સરકારનો એક મહિનો પૂર્ણ થયો છે. 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ બનતાની સાથે જ ટ્રમ્પે 100થી વધુ આદેશો પર હસ્તાક્ષર કર્યા. આ પોતે જ ઇતિહાસ હતો. આ સાથે તેમણે બાઇડનના 78 આદેશોને પલટ્યા હતા.. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments