ગુજરાત સરકાર 2024-25માં જાહેર દેવા પર વ્યાજની ચૂકવણી 25944 કરોડ હોવાનો અંદાજ બજેટ સાથે રાજવિત્તીય જવાબદારી અધિનિયમ હેઠળ રજૂ કરાયેલા પત્રકમાં કરાયો છે. આ રકમને પ્રતિ માસની રીતે ગણવામાં આવે તો દર મહિને 2162 કરોડ રૂપિયા સરકાર દ્વારા જાહેર દેવાના વ્યાજ રૂપે ચૂકવવામાં આવે છે. 31 માર્ચ 2025ની સ્થિતિએ ગુજરાત સરકારનું દેવું 3.99 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. 2025-26માં સરકાર દ્વારા બીજા 89 હજાર કરોડ રૂપિયા લોન સ્વરૂપે લેવામાં આવશે. માર્ચ 2026ની સ્થિતિએ રાજ્યનું દેવું 4.55 લાખ કરોડને પાર થવાનો અંદાજ કરાયો છે. છેલ્લાં 10 વર્ષમાં જાહેર દેવાના વ્યાજ સ્વરૂપે ચૂકવાતી રકમમાં 80% વધારો થયો છે. 2015-16માં રાજ્ય સરકારે 14456 કરોડ રૂપિયા દેવા પર વ્યાજ ચૂકવ્યું હતું. સરકારની 82% લોન બજારમાંથી માર્ચ 2025ની સ્થિતિએ રાજ્યનું દેવું 3.99 લાખ કરોડ હશે. તેમાંથી સૌથી વધુ 82.34% એટલે કે 3.29 લાખ કરોડ લોન બજારમાંથી લેવામાં આવી છે. તેનો વ્યાજ દર 7.07% છે. કેન્દ્ર સરકાર પાસેથી 3.2% વ્યાજદરે 29 હજાર કરોડની લોન લીધી છે. તેનો હિસ્સો 7.42% છે. નેશનલ સ્મૉલ સેવિંગ્સ ફંડની 17609 કરોડ રૂપિયાની લોન ચાલુ છે. આ ઉપરાંત બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી 5.25% વ્યાજદરે 23 હજાર કરોડની લોન લીધી છે. હાલનું દેવું રૂ. 3.99 લાખ કરોડ; 2025-26માં સરકાર રૂ. 89 હજાર કરોડની લોન લેશે ‘દેવું રાજ્યના વિકાસની પારાશીશી’
જાહેર દેવું સરકારના વિકાસની પારાશીશી છે. રાજ્યમાં થતું દેવું રાજવિત્તીય ધારાધોરણ મુજબ જ કરવામાં આવે છે. રાજ્ય સરકાર 4.50 લાખ કરોડ સુધી કરી શકે છે.’ -2022માં નાણામંત્રી કનુ દેસાઇ ‘દેવું એક પરંપરા છે’
દુનિયાનો ભાગ્યે જ કોઇ દેશ એવો હશે જેણે ક્યારેય-કોઇક પાસેથી એક યા બીજી રીતે દેવું લીધું કે કર્યુ ન હોય. દેવું એક પરંપરા છે. પ્રજાના વિકાસ માટે દેવું કરીને પણ ખર્ચ કરવો પડે તો એ પણ માન્ય છે’ -2021માં તત્કાલીન નાણામંત્રી નીતિન પટેલ