ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યમાં સૌથી વધુ સમય સુધી આ પદે રહેનાર વ્યક્તિ બન્યા છે. તેઓ 22 જુલાઇ 2019ના રોજ ગુજરાતના રાજ્યપાલ બન્યા હતા. 5 વર્ષ અને 217 દિવસથી રાજ્યપાલ પદે છે. આ પહેલા 1973માં મૂળ કેરળના કે.કે. વિશ્વનાથન 5 વર્ષ 132 દિવસ સુધી રાજ્યપાલ રહ્યા હતા. ગુજરાતમાં કાર્યકારી અને વધારો હવાલો સંભાળ્યો હોય તેવા કુલ 24 રાજ્યપાલ બન્યા છે. આનંદીબેન પટેલ યુપીમાં સૌથી વધુ 5 વર્ષ રાજ્યપાલ રહેનાર બન્યા છે. 11 રાજ્યપાલ 4 વર્ષથી વધુ સમય રહ્યા
નવલકિશોર શર્મા 5 વર્ષ, શારદા મુખર્જી 4 વર્ષ 357 દિવસ, કમલા બેનીવાલ 4 વર્ષ 222 દિવસ, ડો.સ્વરૂપ સિંહ 4 વર્ષ 192 દિવસ, આર.કે. ત્રિવેદી 4 વર્ષ 66 દિવસ, સુંદરસિંહ ભંડારી 4 વર્ષ, નિત્યાનંદ કાનુનગો, કૃષ્ણપાલસિંહ, બીકે નેહરુ, કૈલાશપતિ મિશ્રા 1-2 વર્ષ રહ્યા હતા. દેશમાં નરસિંહન સૌથી લાંબો સમય રાજ્યપાલ રહ્યા
મૂળ તમિનલાડુના એલ.નરસિમ્હન દેશના ઇતિહાસમાં સૌથી વધુ 12 વર્ષ સુધી રાજ્યપાલ રહ્યા હતા. તેમણે તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને છત્તીસગઢમાં સેવા આપી હતી. બીજા ક્રમે એમ એમ જેકોબ 11 વર્ષ 293 દિવસ સુધી અરુણાચલ અને મેઘાલયના રાજ્યપાલ રહ્યા . સૌથી વધુ મૂળ યુપીનાં રાજ્યપાલ બન્યાં
ગુજરાતમાં મૂળ ઉત્તર પ્રદેશના હોય તેવા 4 રાજ્યપાલ બન્યા છે. રાજસ્થાન અને કેરળના મૂળ હોય તેવા 3 લોકો ગુજરાતના રાજ્યપાલ બન્યા છે. પી.એન.ભગવતી એકમાત્ર ગુજરાતી મૂળના ગુજરાતના કાર્યકારી રાજ્યપાલ બન્યા.