અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓવલ ઓફિસના ડેસ્કમાં 145 વર્ષ પછી ફેરફાર કર્યો છે. ઓફિસમાં CO ડેસ્કને રાખવામાં આવી છે. આ પહેલાં, અહીં 145 વર્ષ સુધી રેઝોલ્યૂટ ડેસ્ક હતી. આ જ રેઝોલ્યૂટ ડેસ્ક પાસે ઈલોન મસ્કના દીકરા ‘X Æ A-Xii’ નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થયો હતો. આ વીડિયોમાં ઈલોન મસ્કનો દીકરો નાકમાં આંગળી નાખીને ડેસ્ક પર હાથ સાફ કરતો જોવા મળે છે. ઈલોન મસ્ક દીકરા સાથે આવ્યો
ઈલોન મસ્ત પોતાના દીકરા‘X Æ A-Xii’ને એક્સના નામે બોલાવે છે. 11 ફેબ્રુઆરીએ મસ્ક, પોતાના દીકરાને લઇને ઓવલ ઓફિસ પહોંચ્યા હતા. આ દિવસે ડોનાલ્ડ ટ્રમ્પ ફેડરલ વર્કફોર્સમાં છટણી શરૂ રાખવા માટે એક્ઝીક્યૂટિવ ઓર્ડર પર સહી કરી રહ્યા હતા. આ દરમિયાન એક્સ રેઝોલ્યૂટ ડેસ્ક પાસે ઊભેલો જોવા મળી રહ્યો હતો. જ્યારે મસ્ક પોતાના દીકરાનો કોટ ઠીક કરી રહ્યો હતો. આ વીડિયો વ્હાઇટ હાઉસમાંથી શેર કરવામાં આવ્યો હતો. મસ્કના દીકરાએ ડેસ્કથી નાક સાફ કર્યું
ટ્રમ્પ સાથે આ મુલાકાતનો જે વીડિયો સામે આવ્યો, તેમાં ઈલોન મસ્કનો દીકરો X Æ A-Xii અજીબ અવાજ કાઢતો અને નાક સાફ કરતો જોવા મળી રહ્યો છે. જ્યારે X Æ A-Xii નાકમાં આંગળી નાખી રહ્યો છે ત્યારે તે 145 વર્ષ જૂની રેઝોલ્યૂટ ડેસ્ક પાસે ઉભો છે. ટ્રમ્પે 145 વર્ષ જૂની આ ડેસ્કને CO ડેસ્ક સાથે બદલી નાખી છે. જોકે, તેમણે તેને અસ્થાયી ફેરફાર જણાવ્યો છે. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર નવા ડેસ્ક સાથે ઓવલ ઓફિસની એક તસવીર શેર કરી છે. જોકે, તેમણે એવું સ્પષ્ટ નથી કર્યું કે ટ્રમ્પના દીકરાના નાક સાફ કરવાના લીધે ડેસ્ક બદલી છે કે નહીં. ટ્રમ્પની ઓફિસમાંથી ડેસ્ક બદલાઈ
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર નવી ડેસ્ક સાથે ઓવલ ઓફિસની એક તસવીર શેર કરી છે. સાથે જ, તેમણે લખ્યું-
ચૂંટણી પછી રાષ્ટ્રપતિને 7માંથી એક ડેસ્ક પસંદ કરવાની તક મળે છે. આ ડેસ્ટ “CO” ખૂબ જ પ્રસિદ્ધ છે. તેનો ઉપયોગ રાષ્ટ્રપતિ જોર્જ એચ. ડબલ્યૂ. બુશ અને અન્ય લોકોએ કર્યો હતો. હવે તેને વ્હાઇટ હાઉસમાં અસ્થાયી રીતે સ્થાપિત કરવામાં આવી છે. જ્યારે રેઝોલ્યૂટ ડેસ્ટને થોડું રિફિનિશ કરવામાં આવી રહી છે. ડેસ્કનો ઈતિહાસ
રેઝોલ્યૂટ ડેસ્ક છેલ્લાં 145 વર્ષથી ઓવલ ઓફિસનો ભાગ છે. તેને 1880મા બ્રિટનની રાણી વિક્ટોરિયાએ અમેરિકી રાષ્ટ્રપતિ રદરફોર્ડ બી. હેસને ગિફ્ટ કરી હતી. સદભાવના અને મિત્રતાના ભાગ સ્વરૂપે. આ બ્રિટિશ જહાજ HMS રેઝોલ્યૂટને ઓક લાકડાનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા પ્રમાણે, આ ડેસ્કનો ઉપયોગ રધરફોર્ડ બી. હેસ પછીથી દરેક રાષ્ટ્રપતિએ કર્યો હતો. લિન્ડન બી. જોનસન, રિચર્ડ નિક્સન અને ગેરાલ્ડ ફોર્ડ (1964 થી 1977) સુધીના રાષ્ટ્રપતિએ કર્યો હતો. તેનો પહેલીવાર ઉપયોગ 1961માં રાષ્ટ્રપતિ જોન એફ. કેનેડીની માગ પર ઓવલ ઓફિસમાં કરવામાં આવ્યો હતો.