back to top
Homeગુજરાત'મહિલાઓના કુંભસ્નાનના વીડિયો અપલોડ કરવા એ આતંકવાદ સમાન':'આ લો લેવલની વિકૃતિનો કેસ...

‘મહિલાઓના કુંભસ્નાનના વીડિયો અપલોડ કરવા એ આતંકવાદ સમાન’:’આ લો લેવલની વિકૃતિનો કેસ છે’ 48 કલાકમાં 3,000 કિમી દૂરથી આરોપીને પકડનારા IPS લવિના સિન્હા કોણ છે?

મહિલા આઈપીએસને અભિનંદન આપું છું. રાજ્યની મહિલા IPS દ્વારા 48 કલાકમાં 3000 કિલો મીટર દૂરથી સીસીટીવી હેક કરનારા આરોપી પકડી લાવ્યા. તેઓ સાયબર ટેરેરીઝમ લગાવનારા પહેલા મહિલા આઇપીએસ અધિકારી છે. આ શબ્દો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અને તેમણે જે મહિલા IPS અધિકારીને અભિનંદન આપ્યા તેનું નામ છે લવિના સિન્હા. લાખો રૂપિયા કમાવવા માટે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં સ્નાન કરતી અને હોસ્પિટલમાં ચેકઅપ કરાવતી મહિલાઓના આપત્તિજનક વીડિયો યુટ્યુબ પર અપલોડ કરવાનો કેસ દેશભરમાં ચર્ચાસ્પદ બન્યો છે. પૈસા માટે મહિલાઓના આપત્તિજનક વિડિયો અપલોડ કરવાના કેસને કારણે રાજકોટથી પ્રયાગરાજ અને મહાષ્ટ્રમાં આ અત્યંત ચિંતાનો વિષય બન્યો છે. યુટ્યુબ અને ટેલિગ્રામમાં મહિલાના ઈન્જેકશન લેતા કે કુંભમાં સ્નાન કરતા વિડિયોઝ 800થી 1,000માં વેચવામાં આવી રહ્યા હતા. આ કેસ મહિલાઓ સુરક્ષિત નથી તેનો વધુ એક પૂરાવો છે. પરંતુ તેની સાથે સાથે એ પણ હકીકત છે કે ખૂબ જ ઓછા સમયમાં આ દેશવ્યાપી નેટવર્ક ચલાવનારા આરોપીઓને કોર્ટના કઠેડામાં ઉભા રાખી દેનાર પણ IPS ઓફિસર છે લવિના સિન્હા. સામાન્ય રીતે પોલીસ જ્યારે કોઈ મોટો કેસ ઉકેલે છે ત્યારે તેમને સિનિયર્સ તથા નેતાઓ શાબાશી આપે છે. તેમાં પણ ગૃહ રાજ્યમંત્રી વિધાનસભામાં નામ સાથે કોઈ ઓફિસરની પ્રશંસા કરે તેવું ભાગ્યે જ બને છે. 20 ફેબ્રુઆરીએ બજેટ સત્ર શરુ થવાનું હતું અને 19 ફેબ્રુઆરીએ રાજકોટની પાયલ હોસ્પિટલના મહિલા દર્દીના ટ્રીટમેન્ટના વિડિયો વાઇરલ થાય છે અને ખળભળાટ મચી જાય છે. સત્રના પહેલા જ દિવસે જ્યારે વિપક્ષ આ મામલે સરકારને ઘેરવા તૈયાર હતો, તે પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે આરોપીઓના નામ, ઠેકાણા, રોલ અને કસ્ટડી પણ આવી ગઈ હતી. જ્યારે ગૃહમાં મહિલા અધિકારીઓનો પ્રશ્ન ગુંજ્યો તો હર્ષ સંઘવીએ કહ્યું-મારા રાજ્યની મહિલા IPS અને સાયબર ક્રાઇમ DCPએ 48 કલાકમાં આરોપીઓને 3,000 કિલો મીટર દૂરથી અલગ અલગ રાજ્યમાંથી પકડીને લાવી અને દેશમાં પહેલીવાર સાયબર ટેરરીઝમનો એક્ટ લગાવીને દાખલો બેસાડી દીધો છે. તેના ઇન્ચાર્જ મહિલા IPS લવિના સિન્હા છે. આ કેસ અંગેની ઝીણવટ પૂર્વકની વિગતો જાણવા દિવ્ય ભાસ્કરે સાયબર ક્રાઇમ DCP લવિના સિન્હા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે મહાકુંભમાં સ્નાન કરનારી મહિલાઓના વીડિયો અપલોડ કરવા એ આતંકવાદથી જરાપણ ઓછું કૃત્ય નથી. ગંગા એટલે શું? દરેક ભારતીયનું અસ્તિત્વ અને એટલે જ ‘જીસ દેશ મેં ગંગા બહેતી હૈ’ ફિલ્મમાં ગવાયું હતું કે, હમ ઉસ દેશ કે વાસી હૈ જિસ દેશ મેં ગંગા બહેતી હૈ. જેની સાથે કરોડો હિન્દુઓની શ્રદ્ધા જોડાયેલી છે એ મહાકુંભ અને જ્યાં નવી જિંદગી મળે છે એવું દર્દીઓનું શ્રદ્ધા સ્થાન કે આરોગ્યધામ એટલે હોસ્પિટલો. આ બે પવિત્ર સ્થાનોને કેટલાક વિકૃત લોકોએ અપવિત્ર કરવાનું કૃત્ય કર્યું અને આપણી આસ્થાને ઠેસ લગાવી છે. જેથી આ કૃત્ય આતંકવાદથી જરાપણ ઓછું નથી. કેમ આ કેસ બેહદ મુશ્કેલ હતો?
શરૂઆતમાં તો વીડિયો ક્યાંના હતા?, કોણે અપલોડ કર્યા? જેવી ઘણી બાબતોને લઈ પોલીસ પણ ફાંફા મારી રહી હતી. બરાબર આ સમયે અમદાવાદ સાયબર ક્રાઇમ જ ફરિયાદી બની અને સાયબર ક્રાઇમ ડિસીપી લવિના સિન્હાએ કેસ હાથમાં લીધો. આ સાથે જ આરોપીઓ પણ સતર્ક થઈ ગયા અને પોતાની ચેનલ્સ અને સર્વરના ડેટા ડિલિટ કરવા લાગ્યા. સાયબર ક્રાઈમને ઘણી બધી ચેનલ્સ, ડેટાનું એનાલિસિસ કરવાનું હતું. જો કે આ બધું તાબડતોબ હાથ ધરવામાં આવ્યું અને વિડિયો વાઇરલ થતાની સાથે કલાકોમાં યુટ્યૂબ ચેનલનો સોર્સ અને વિડિયો રાજકોટની પાયલ હોસ્પિટલના છે તે શોધી કાઢ્યું. સાયબર ક્રાઇમની ત્રણ ટીમ પળનો પણ વિલંબ કર્યા વિના મહારાષ્ટ્ર અને પ્રયાગરાજ પહોંચી. જ્યાંથી આરોપીઓ અને સર્વરનો કબ્જો લીધો. કેમ આ કૃત્યને આતંકવાદ માનવામાં આવે છે?
આ અંગે લવિના સિન્હાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમે જ્યારે ડેટા જોયો તો ખબર પડી કે આ સાવ લો લેવલની વિકૃતિનો કેસ છે, જેને આતંકવાદથી ઓછો ના ગણી શકાય, આજ કારણથી ભારતીય ન્યાય સંહિતાની કલમ 66 F લગાવામાં આવી. આ કલમમાં અપરાધને આંતકવાદ માનવામાં આવે છે અને તેમાં જામીન મળી શકતા નથી. આ સાથે આ કલમમાં આજીવન કેદ ની સજાની જોગવાઈ છે. મહિલા માટે સુરક્ષિત સ્થળો જેવા કે હોસ્પિટલ અને ગંગા નદી જેવી જગ્યાએથી જો કોઈ સ્ત્રીઓની ગરિમા લજવાઈ તેવું કૃત્ય કરે તો તે અંતાકવાદની કેટેગરીમાં આવે. કોણ છે લવિના સિન્હા?
જાંબાઝ IPS લવિના સિન્હાના લિંક્ડ ઇન પ્રોફાઇલ કહે છે કે be the healing touch you think the world deserves. મતલબ કે તમે એ દર્દની દવા બનો જેની દુનિયાને જરૂર છે. મેડિસિન, હીલિંગ ટચ સિન્હા સાથે સ્વભાવિક રીતે જ જોડાયેલા છે કમ કે તેઓ એક ડૉક્ટર છે અને MD ઈન મેડિસિન તેમની સ્પેશિયાલિટી છે. MD બન્યા પછી પોલીસે ફોર્સમાં કેમ આવ્યા?
તેઓ કહે છે કે, મારામાં એક વાત બહુ સ્પષ્ટ હતી કે હું સરકારી ક્ષેત્રમાં કામ કરવા માંગતી હતી. NHS કોલેજ અમદાવાદથી ડિગ્રી લીધા પછી મને ક્યારેય પણ ખાનગી ક્ષેત્રે કામ કરવાની ઈચ્છા ન હતી. આ સાથે એ પણ સ્પષ્ટ હતું કે મારે લોકોની સેવા જ કરવી છે. જેથી સરકારની જે બેસ્ટ યોજનાઓ છે તેમનો બેસ્ટ લાભ આપણે લોકો સુધી પહોંચાડી શકીએ, આ કારણથી જ મેઈન સિવિલ સર્વિસની તૈયારી કરી અને IPS બની. જો કે ખાખી વર્દી ધારણા કરતા પહેલા તેમણે વ્હાઇટ એપ્રોન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે એક વર્ષ અને પછી સોલા સિવિલ માં MD તરીકે 1.5 વર્ષ કામ કર્યા પછી 2017માં ગુજરાત કેડરના IPS ઓફિસર બન્યા. ટેડટોક્સમાં પણ તેમના પોડકાસ્ટ જોવા મળે છે. મેડિકલ અને પોલીસ ક્ષેત્રમાં સામ્યતા
તેઓ કહે છે કે, મેડિકલ અને પોલીસ જુદા દેખાય શકે પણ મારા માટે બંનેમાં સામાન્યતા છે. ડૉક્ટર હોય કે પોલીસ, સતત ઇમર્જન્સી સાથે ડીલ કરવી પડે છે. 24 કલાક ખાડા પગે રહેવાની તૈયારી રાખવાની હોય છે. આ સાથે જે પણ કોઈ તમારી સેવા લેવા આવે છે તે કોઈ મુસીબતમાં હોય ત્યારે આવે છે અને તમારી પાસે તેમને ઘણી બધી આશા અને અપેક્ષા હોય છે. જેનો તમે માનવીય દૃષ્ટિકોણ થી ઉકેલ લાવી શકો. તેમણે ભાસ્કરને જણાવ્યું કે, તેઓ પહેલા પણ ઓપેરશન ટીમનો પાર્ટ હતા, હજી પણ છે. પહેલા સરકારી હોસ્પિટલ્સમાં દર્દીના ઓપેરશન જોતા તો હવે ડંડો અને રિવોલ્વર લઇને ક્રાઇમ કેસિસના ઓપરેશન્સ પાર પાડે છે. IAS -IPS ઓફિસર્સના પરિવારમાં ઉછેર
તેઓ ગુજરાતના ચીફ સેક્રેટરી રહી ચૂકેલા આઈ. એ. એસ. વરેશ સિન્હાના પુત્રી છે. જ્યારે તેમના પતિ પણ ગુજરાત કેડરના IAS ઓફિસર છે. આ ઉપરાંત તેમના બીજા નજીકના ફેમિલી મેમ્બર્સ પણ સિવિલ સર્વિસિસ સાથે જોડાયેલા છે. કારકિર્દીની હાઇલાઇટ્સ
યુપીએસસી સફળતા: લવિનાએ 2016માં યુપીએસસીમાં સમગ્ર દેશમાં 183મો રેન્ક મેળવ્યો અને હિંમતનગરમાં પ્રોબેશન પિરિયડ પૂરો કર્યો. ત્યાર પછી વિરમગામમાં એ. સી. પી. તરીકે ફરજ બજાવી. હાલ તેઓ અમદાવાદ સાયબર ક્રાઇમ ડીસીપી છે. હાલની ભૂમિકા: 2024ના એપ્રિલમાં, તે ગુજરાતમાં સાયબર ક્રાઇમના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) તરીકે નિયુક્ત થઈ, જ્યાં તે ડિજિટલ ગુનાની તપાસ અને સાયબર સુરક્ષા પગલાંઓને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્રશિક્ષણ: તેમણે હૈદરાબાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ અકાદમીમાં તાલીમ આપવામાં આવી હતી, ત્યારબાદ તેમને તેમના ઘર કેડરમાં નિયુક્ત કરવામાં આવ્યા. અત્યાર સુધીનું ઇન્વેસ્ટિગેશન
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહિલાઓના ચેકઅપ સમયના આપત્તિજનક સીસીટીવી ફૂટેજ વેચવાના કૃત્ય કરનાર ત્રણેય નરાધમો પ્રજવલ અશોક તૈલી, ચંદ્રપ્રકાશ ફુલચંદ અને પ્રજ રાજેન્દ્ર પાટીલને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. જ્યાં સરકારી વકીલ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે આરોપીઓના 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પ્રયાગરાજના યુટ્યુબરના મોબાઈલમાંથી કુંભમાં નહાતી મહિલાઓના વીડિયો અપલોડ થયા હોવાની અમદાવાદ સાયબર ક્રાઇમ ડીસીપી લવિના સિન્હાએ 21 ફેબ્રુઆરીની સવારે ભાસ્કર સમક્ષ પુષ્ટી કર્યા બાદ બપોર પછી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આ અંગે 17 તારીખે ફરિયાદ નોંધાઈ હતી. સાયબરની બે ટીમ અને ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ બહાર ગઈ હતી. હજુ પણ અનેક ટીમો આ તપાસમાં બહાર લાગી છે. 100થી ઉપર મેમ્બરો પ્રિમિયમ ગ્રુપમાં હતા. 500થી વધુ મેમ્બર ડેમો ગ્રુપમાં હતાં. અત્યાર સુધી પકડાયેલા મુખ્ય આરોપીઓમાં તૈલી છે. ટેકનિકલ આરોપી જેણે આખું સેટઅપ ગોઠવ્યું તે હજી પકડથી દૂર છે. 2000થી વધુ વીડિયો અનેક ગ્રુપમાં મુક્યા
અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાયા બાદ અને અક કલમનો ઉમેરો કર્યો. ફરિયાદમાં કલમનો ઉમેરો કર્યો બાદ ત્રણ આરોપી પકડાયા છે. જેમાં પ્રાંજલ તૈલી, પ્રજ રાજેન્દ્ર પાટીલ અને ચંદ્રપ્રકાશ ફૂલચંદની ધરપકડ કરી છે. આ લોકોની તપાસ દરમિયાન પ્રાંજલ તૈલી મુખ્ય આરોપી છે. તેણે તેના મિત્ર સાથે આ ગ્રુપ ચલાવતા હતાં. યુટ્યુબની ચેનલો ચલાવતા હતાં. આ તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે, તેમની પાસે 2000થી વધુ આવા વીડિયો છે અને અનેક ગ્રુપમાં આ વીડિયો છે. 22 ટોપિક પરના વીડિયો 800થી 2 હજાર રૂપિયામાં વેચતા
આ લોકો પાસે આખું મેન્યુ કાર્ડ હોય છે. જેમાં કેવા પ્રકારના વીડિયો જોવા તે પ્રકારનું મેન્યુ હોય છે. 22 ટોપિક પરના વીડિયો, જે પ્રોનોગ્રાફિ અને અશ્લિલ કન્ટેન્ટના વીડિયો છે. આ આરોપીઓ 800થી 2 હજાર રૂપિયામાં વીડિયો વેચતા હતા. આમાં મુખ્ય હોસ્પિટલના ઘણા વીડિયો છે. અન્ય રાજ્યની હોસ્પિટલના અને 60થી 70 અલગ-અલગ જગ્યાના વીડિયો છે. હોસ્પિટલ ઉપરાંત લેબર રૂમ, ઈન્જેકશન રૂમ, મેડિકલ એક્ઝામિનેશનના વીડિયો છે. બસ સ્ટેન્ડ, મેરેજ હોલના, પાર્લરના, ગંગા રિવર સ્નાન સહિતના અનેક પબ્લિક પ્લેસના વીડિયો મળ્યાં છે. આ આરોપીઓ ત્રણ યુટ્યુબ ચેનલ પર મુકતા હતાં. તથા મેઘા ડેમોઝ કરીને ટેલિગ્રામ ચેનલ હતી તેના પર આ લોકો વીડિયો વેચતા હતાં. આ વીડિયોની કિંમત 800થી 2000ની હતી. જે પ્રાંજલ તૈલી છે તે સાત-આઠ મહિનામાં 8થી 9 લાખ રૂપિયા કામી ચૂક્યો છે. પ્રાંજલ તૈલી સાથે તેનો મિત્ર પણ છે જેનું નામ આમાં સામે આવ્યું છે અને તેની તપાસ ચાલું છે. પાટીલ અને તૈલી બન્ને સંપર્કમાં હતાં. બન્ને મહારાષ્ટ્રના લાતુરની આજુબાજુના રહેવાસી છે. આ લોકો છથી આઠ મહિનાથી આ કામમાં સંકળાયેલા હતાં. ત્રીજો આરોપી ચંદ્રપ્રકાશ છે એ સિટી મોંડા કરીને યુટ્યુબ ચેનલ ચલાવતો હતો અને તે પ્રયાગરાજનો છે. આ એક-બે મહિનાથી જ આ કામમાં સંડોવાયેલો હતો. સિટી મોંડા ચેનલમાં તેણે આ વીડિયો મુક્યા છે. મહાકુંભના વીડિયો પણ ચેનલમાં મુક્યાં
ચંદ્ર પ્રકાશ નામના આરોપીએ કુંભના વીડિયો ફ્રી ઓફ કોસ્ટ યુટ્યુબના વીડિયો મેકમાંથી ઉપલબ્ધ કર્યાં અને પછી તેણે પોતાની ચેનલ પર અપલોડ કર્યા હતા. આમાં બે ટેલિગ્રામ આઇડી મળ્યા છે. બે ટાઈપના ટેલિગ્રામના ગ્રુપ ચલાવત હતાં. જેમાં ટેલીગ્રામમાં ડેમોસ રેગ્યુલર અને ડેમોસ પ્રિમિયમ ગ્રુપ ચલાવતા હતા. આ ગ્રપમાં જ આ પ્રકારના વીડિયો મુકતા હતાં. ડેમોસ રેગ્યુલર ગ્રુપમાં જનરલ અને થોડા જ વીડિયો મુકતા હતાં. જ્યારે પ્રિમિયમ ગ્રુપમાં વધારે પૈસા હતાં અને લોકો આમાં વધારે એડ થતાં તેઓ આમાં વધારે વીડિયો મુકતા હતાં. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આ લોકો સીસીટીવી હેક કરતા હતાં. હેકર્સમાં આ લોકોનો એક મિત્ર સીસીટીવી હેક કરવામાં હોશિયાર હતો. તેના ચોર્ચથી આ લોકો વીડિયો મેળવતા હતાં. આ મામલે પણ અમારી તપાસ ચાલું છે. આ લોકો કોઈ દબાણથી નહિ પણ હેક કરીને જ વીડિયો મેળવતા હતાં. યંગસ્ટરની વીડિયો જોવાની ટેવની ધ્યાને લઈ ધંધો શરૂ કર્યો
એ લોકોને આ વિચાર સ્ટુડન્ટમાં ખાસ યંગ જનરેશનમાં આવા વીડિયો જોવાની ટેવ હોય છે અને આમાં ડિમાન્ડ જોવા મળાતા આ ધંધો શરૂ કર્યો હતો. માત્ર પૈસા કમાવા માટે જ આ લોકોએ વીડિયોનો ધંધો શરૂ કર્યો હતો. હેકર્સ મામલે અમારી તપાસ ચાલુ છે. આ લોકોને મિત્ર મિની કરીને છે તે હેકર્સ છે. હજુ એક નામ છે જે અમને ટેલિગ્રામથી મળ્યું છે. મહારાષ્ટ્રના જે બે આરોપી છે અને બીજા ઓરોપીઓ સતત કોન્ટેક્ટમાં છે. ટેલિગ્રામમાં પણ સાથે છે. જે પ્રયાગરાજ વાળો આરોપી છે તે આ લોકોના કોન્ટેક્ટમાં નથી. તેણે જે વીડિયો મળતા હતાં તે વીડિયો તે મુકતા હતાં. ચંદ્રપ્રકાશ છે તે પ્રયાગરાજનો છે. તપાસમાં વિદેશના એન્ટાલીયા, જ્યોરજિયા, રોમાનિયાના આઇપી એડ્રેસ મળ્યા છે. હાલમાં અમારી તપાસ હેકર્સને લઈને છે. આ લોકોએ કેટલા વીડિયો મુક્યા, કેટલાં પૈસા કમાયા છે તેની પર છે. સાથે આ લોકો કઈ રીતે આ પ્રકારના વીડિયો ટેલિગ્રામ અને યુટ્યુબમાં વેચતા હતાં તેની તપાસ કરવામાં આવશે. આ લોકો સાથે કેટલા લોકો અને કેટલી ગેંગ સામેલ છે તની તપાસ અમે કરીશું. અમે એવિડન્સ તરીકે સ્ક્રિન રેકોર્ડ કરીને મુવેબલ રિકવેસ્ટ કરી છે. વીડિયોમાં રહેલા લોકોની ગુપ્તતા અને પ્રાઈવસી જણાવાઈ તે માટે યુટ્યુબ અને ગુગલમાં મુવેલની રિકવેસ્ટ મુકી છે. અમારી જાણકારી મુજબ, પ્રયાગરાજમાં અલગ-અલગ ફરિયાદ નોંધાઈ છે. હાલમાં અમને રાજકોટથી જ ફરિયાદ મળી છે. આ લોકોની જનરલ ચેનલમાં 500 જેટલા સબ્સ્ક્રાઇબર્સ હતા, જ્યારે પ્રિમિયમમાં 100 જેટલાં સબ્સ્ક્રાઇબર્સ હતાં. ગ્રપને લઈને પણ તપાસ ચાલી રહી છે. લોગ જાગૃતિ માટે અભિયાન શરૂ કરીશું
આ મામલે અમે આગામી સમયમાં જાગૃતતા માટેનું અભિયાન શરૂ કરવાના છે. જેમાં પબ્લિક પ્લેસ, કોર્પોરેટ પ્લેસ-ઓફિસ, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ, હોસ્પિટલ તમામ જગ્યાએ સીસીટીવી કેવી રીતે સેફ રાખવું, તેની સેક્યુરિટી કેવી રીતે જાણવવી. તથા પાસવોર્ડ નિયમિત રીતે કેમ બદલવું. આઈપી એડ્રેસ પબ્લિક સાથે શેર ન કરવું. એક્સેસ લિમિટેડને આપવી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments