ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં જ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. સામાન્ય રીતે માર્ચ આવતા ગરમી વધતી હોય છે, પરંતુ આ વર્ષે માર્ચ પહેલા જ ગરમીએ જોર પકડ્યું છે. જેના કારણે ગુજરાતીઓએ ગરમી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 36.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. લધુત્તમ અને મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસને લઈને રાજ્યમાં હવામાનની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. જ્યારે બે દિવસ પછી રાજ્યમાં લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળશે અને આગામી ત્રણ દિવસ બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળશે. રાજકોટ ખાતે 36.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું
છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં મહત્તમ તાપમાન 33.7 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 33.4 ડિગ્રી સેલ્સિયસ નોધાયું છે. સંપૂર્ણ ગુજરાતમાં મહત્તમ તાપમાન રાજકોટ ખાતે 36.3 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયુ છે. જ્યારે અમદાવાદમાં લઘુતમ તાપમાન 19.3 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 17.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાન નલિયા ખાતે 15.5 ડિગ્રી સેલ્સિયસ નોધાયું છે. વેસ્ટન ડિસ્ટર્બન્સને લઈને તાપમાનમાં ફેરફાર થશે
આટામી 24 કલાક દરમિયાન અમદાવાદમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની શક્યતા છે. પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફથી રહેશે. 24 ફેબ્રુઆરીના રોજ વેસ્ટન ડિસ્ટર્બન્સને લઈને તાપમાનમાં ફેરફાર થશે.