રણબીર કપૂરની ભાણી સમારા સાહનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તે તેની નાની નીતુ કપૂર અને માતા રિદ્ધિમા કપૂર સાહની સાથે જોવા મળી રહી છે. પરંતુ હંમેશા હસતી અને મીડિયા માટે પોઝ આપતી સમારાના ચહેરા પર ઉદાસી દેખાઈ રહી હતી, જેના પછી લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું. કેટલાકે કહ્યું કે સમારાને ઠપકો મળ્યો હશે, તેથી જ તે આજે ઉદાસ દેખાઈ રહી છે. સમારાનો આ વીડિયો તેના મામા આદર જૈન અને અલેખા અડવાણીના લગ્નસમારંભ વખતનો છે. લગ્ન સમારંભમાં સમારા પરંપરાગત પોશાકમાં જોવા મળી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે રિદ્ધિમા, નીતુ કપૂર અને સમારા ત્રણેય મીડિયા સાથે પોઝ આપી રહ્યા છે. આ સમય દરમિયાન બંને હસતા હોય છે. પણ સમારાના ચહેરા પર કોઈ હાવભાવ નહોતા. સમારાના વીડિયો પર ચાહકોની પ્રતિક્રિયા એક યુઝરે લખ્યું, ‘બિચારીને 100% ઠપકો મળ્યો હશે.’ બીજાએ લખ્યું, ‘અરે…તેઓ છોકરીને પરાણે લગ્નમાં લાવ્યા છો.’ ત્રીજાએ લખ્યું, ‘એવું લાગે છે કે તેને સાડી પહેરવાની ફરજ પાડવામાં આવી હોય.’ તે પાપારાઝીને ઘણા પોઝ આપતી જોવા મળે છે. વાસ્તવમાં, સમારા ત્યારે ચર્ચામાં આવી જ્યારે તે એરપોર્ટ પર પાપારાઝીની સામે ઉભી રહીને ઘણા બધા પોઝ આપી રહી હતી. જ્યારે તેની માતા રિદ્ધિમા ચેક ઇન કરી રહી હતી. આ ઉપરાંત, તાજેતરમાં જ સમારા આદર જૈનના લગ્નમાં હાજરી આપવા માટે આવી ત્યારે રપોર્ટ પર જોવામાં આવી હતી. ત્યારે પણ તેની નજર કેમેરા પર જ સ્થિર રહી. ક્યારેક તે સુંદર સ્મિત આપવાનો પ્રયાસ કરી રહી હતી તો ક્યારેક તે વાળ સરખા કરતી જોવા મળી રહી હતી. કપૂર પરિવારે આદર જૈનના લગ્નમાં હાજરી આપી હતી કરીના-કરિશ્માના પિતરાઈ ભાઈ અને એક્ટર આદર જૈને ગુરુવારે અલેખા સાથે લગ્ન કર્યા. તેમણે આ લગ્ન હિન્દુ રીતરિવાજ મુજબ કર્યા. કપૂર પરિવાર ઉપરાંત બોલિવૂડ જગતની ઘણી મોટી હસ્તીઓએ લગ્નમાં હાજરી આપી હતી.