પાકિસ્તાનના કરાચીમાં આવેલી દાઉદ યુનિવર્સિટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં હોળી રમવા બદલ હિન્દુ અને મુસ્લિમ વિદ્યાર્થીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. 21 ફેબ્રુઆરીના રોજ, બંને સમુદાયના કેટલાક વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કેમ્પસમાં હોળીનો તહેવાર ઉજવ્યો હતો. જેના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. આ પછી, યુનિવર્સિટી પ્રશાસને હોળી રમી રહેલા વિદ્યાર્થીઓને કારણ બતાવો નોટિસ ફટકારી અને યુનિવર્સિટીમાં તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો. ઉપરાંત, વિદ્યાર્થીઓને 24 ફેબ્રુઆરીએ તેમના માતાપિતા સાથે યુનિવર્સિટી પહોંચવાનું કહેવામાં આવ્યું હતું. આ પછી, ઇસ્લામિક કટ્ટરપંથીઓએ તેમની સામે કેસ દાખલ કર્યો. યુનિવર્સિટીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુનિવર્સિટી પ્રશાસને આ ઘટના પર કડક વલણ અપનાવ્યું છે. વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાંથી હાંકી કાઢવાની ચેતવણી આપવામાં આવી છે. હોળી રમતી વખતે ઇસ્લામિક કટ્ટરપંથીઓએ હિન્દુ વિદ્યાર્થીઓને ડરાવવાનો પ્રયાસ કર્યો. કેટલાક કટ્ટરપંથીઓએ હિન્દુ વિદ્યાર્થીઓના ધાર્મિક તહેવારનું અપમાન તો કર્યું જ, પરંતુ ભવિષ્યમાં આવી કોઈપણ ઘટનાથી દૂર રહેવાની ધમકી પણ આપી. વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી FIRની કોપી 21 ફેબ્રુઆરીએ વિદ્યાર્થીઓને નોટિસ આપવામાં આવી હતી 21 ફેબ્રુઆરીના રોજ યુનિવર્સિટી દ્વારા ઓમ પ્રકાશ નામના વિદ્યાર્થીને નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં લખ્યું હતું- ’21 ફેબ્રુઆરી 2025ના રોજ, તમે યુનિવર્સિટી કેમ્પસમાં ‘તુહુંજો દેશ મુહુંજો દેશ સિંધુ દેશ’ જેવા રાજ્ય વિરોધી નારા લગાવીને શૈક્ષણિક વાતાવરણને ડહોંળ્યું.’ આ યુનિવર્સિટીના વિદ્યાર્થી આચરણ અને શિસ્તના નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને, યુનિવર્સિટી શિસ્ત સમિતિના અંતિમ નિર્ણય સુધી યુનિવર્સિટી કેમ્પસમાં તમારા પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. તમારે તમારા પિતા અથવા માતા-પિતા સાથે સોમવાર, 24 ફેબ્રુઆરી 2025 ના રોજ બપોરે 3:00 વાગ્યે કોન્ફરન્સ રૂમ, વાઇસ ચાન્સેલર ઓફિસ, દાઉદ યુનિવર્સિટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, કરાચીમાં શિસ્ત સમિતિ સમક્ષ હાજર થવું જરૂરી છે. વિદ્યાર્થીને આપવામાં આવેલી નોટિસની કોપી 2023માં, હિન્દુ વિદ્યાર્થીઓ પર હોળી રમવા બદલ હુમલો થયો હતો
આ પહેલા, માર્ચ 2023માં, લાહોરમાં પંજાબ યુનિવર્સિટીમાં હોળી રમી રહેલા હિન્દુ વિદ્યાર્થીઓ પર હુમલો થયો હતો. હોળી રમવા માટે પીયુ લો કોલેજમાં લગભગ 30 વિદ્યાર્થીઓ ભેગા થયા હતા. વિદ્યાર્થીઓએ આ માટે કોલેજ પ્રશાસન પાસેથી મંજુરી પણ લીધી હતી. ત્યારબાદ કટ્ટરપંથી ઇસ્લામિક વિદ્યાર્થી સંગઠન ઇસ્લામી જમિયત તુલાબા (IJT)ના લોકોએ વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો. વિવાદ બાદ, યુનિવર્સિટીના પ્રવક્તા ખુર્રમ શહઝાદે કહ્યું હતું કે વહીવટીતંત્રે વિદ્યાર્થીઓને કોલેજના લૉનમાં હોળી ઉજવવાની મંજુરી આપી નથી. તેમને અંદર હોળી રમવાનું કહેવામાં આવ્યું હતું.