રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાના લગ્ન 1973માં થયા હતા, પરંતુ થોડા વર્ષો પછી તેમનો સંબંધ તૂટી ગયો. જોકે, તેઓએ ક્યારેય છૂટાછેડા લીધા નહોતા. ઉપરાંત એક્ટ્રેસ અનિતા અડવાણીએ એવો દાવો કર્યો કે રાજેશ ખન્નાના મૃત્યુ સુધી તે રાજેશની સાથે રહેતી હતી. તેમણે એમ પણ કહ્યું કે ક્યારેક તેમની વચ્ચે મારામારી પણ થતી હતી. અવંતિ ફિલ્મ્સ સાથેની વાતચીતમાં, અનિતા અડવાણીને રાજેશ ખન્નાના સ્વભાવ વિશે પૂછવામાં આવ્યું. આના જવાબમાં તેમણે કહ્યું, ‘રાજેશ ખન્ના ખૂબ જ શાંત હતા. તે બિલકુલ હિંસક નહોતો. પણ હા, ક્યારેક-ક્યારેક તેઓ મને મારતા હતા, અને હું પણ જવાબમાં તેમને મારતી હતી. આવું તો થતું રહેતું. તે મને કહેતા હતા કે મારા નખ તેને વાગે છે. રાજેશ ખન્નાના ડિમ્પલ કાપડિયા સાથેના સંબંધો અંગે અનિતાએ કહ્યું, હું તેમના સંબંધો વિશે કંઈ કહેવા માગતી નથી. આ તેમનું અંગત જીવન હતું. ફક્ત તેઓ જ જાણતા હશે કે તેઓએ એકબીજાને છૂટાછેડા કેમ ન આપ્યા. પણ હા, તેમણે મને બાલાજી સામે એક કડું આપ્યું, જેનો અર્થ એ થયો કે તેમણે મને સ્વીકારી હતી. કોણ છે અનિતા અડવાણી?
અનિતા અડવાણીએ ‘દાસી’ (1981), ‘આઓ પ્યાર કરેં’ (1983) અને ‘સાઝીશ’ (1988) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, તેમનું ફિલ્મી કરિયર બહુ સફળ રહ્યું ન હતું. રાજેશ ખન્ના સાથેનો સંબંધ
અનિતા રાજેશ ખન્ના સાથેના સંબંધો માટે પણ જાણીતી છે. એક ઇન્ટરવ્યૂમાં, અનિતાએ દાવો કર્યો હતો કે તે 2012 સુધી એટલે કે રાજેશ ખન્નાના મૃત્યુના સુધી, લગભગ આઠ વર્ષ સુધી લિવ-ઇન રિલેશનશિપમાં રહી હતી. તેમણે તેમની અને તેમના ઘરની સંભાળ રાખી. તેણે તેમના માટે કરવા ચોથના વ્રત પણ રાખ્યા હતા.