ચેમ્પિયન્સ ટ્રોફીના હાઇ-વોલ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. વિરાટ કોહલીની સદીની મદદથી, ભારતે દુબઈ સ્ટેડિયમમાં 45 બોલ બાકી રહેતા 242 રનનો ટાર્ગેટ એકતરફી રીતે ચેઝ કર્યો. રવિવારનો દિવસ રોહિત શર્મા અને વિરાટ કોહલીના નામે રેકોર્ડનો દિવસ હતો. કોહલીએ ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 14 હજાર રન બનાવ્યા. તેણે આ ફોર્મેટમાં સૌથી વધુ કેચ પણ લીધા. રોહિતે વન-ડેમાં ઓપનર તરીકે સૌથી ઝડપી 9 હજાર રન બનાવ્યા. ભારતીય ટીમે વન-ડેમાં સતત 12મી વખત ટૉસ હાર્યો. ભારત-પાકિસ્તાન મેચના ફેક્ટ્સ અને રેકોર્ડ વાંચો… હકીકતો… 1. ODIમાં કોહલી સૌથી વધુ કેચ પકડનાર ભારતીય
સ્ટાર બેટર વિરાટ કોહલી ODI ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ કેચ લેનાર ખેલાડી બન્યો. તેની પાસે હવે 158 કેચ છે. આ રેકોર્ડમાં બીજા ક્રમે મોહમ્મદ અઝહરુદ્દીન 156 કેચ સાથે છે. 2. રોહિતે ODIમાં ઓપનર તરીકે સૌથી ઝડપી 9 હજાર રન બનાવ્યા
રોહિત શર્મા ઓપનર તરીકે 9,000 રન બનાવનાર સૌથી ઝડપી ખેલાડી બન્યો. આ રન માટે તેણે 181 ઇનિંગ્સ લીધી. બીજા નંબરે સચિન તેંડુલકર છે, જેમણે 197 ઇનિંગ્સમાં 9 હજાર રન બનાવ્યા હતા. ઓપનિંગ પોઝિશનમાં સચિનના 15310 રન છે. 3. પંડ્યાએ ICC મેચમાં પાકિસ્તાન સામે સૌથી વધુ વિકેટ લીધી
હાર્દિક પંડ્યા પાકિસ્તાન સામે ICC ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો. તેણે ટીમ સામે 15 વિકેટ લીધી છે. આ રેકોર્ડમાં બીજા સ્થાને ઓસ્ટ્રેલિયાનો મિચેલ સ્ટાર્ક છે, જેણે 11 વિકેટ લીધી છે. 4. કોહલી વન-ડેમાં સૌથી ઝડપી 14,000 રન બનાવનાર ખેલાડી
વિરાટ કોહલીએ વન-ડે ક્રિકેટમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે હવે 14 હજાર રન બનાવનાર સૌથી ઝડપી બેટર બની ગયો છે. આ માટે તેણે 287 ઇનિંગ્સ લીધી. તેમના પહેલાં આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો, તેમણે 350 ઇનિંગ્સમાં 14 હજાર રન બનાવ્યા હતા. 5. કોહલીએ ICC ODI ટુર્નામેન્ટમાં 23મી વખત 50+ રન બનાવ્યા
ICC ODI ટુર્નામેન્ટમાં 50+ સ્કોર કરવાના મામલે વિરાટ કોહલીએ સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે. બંનેનો સ્કોર 23-23 50+ છે. ત્રીજા નંબરે કેપ્ટન રોહિત શર્મા છે, જેણે 18 વખત 50 કે તેથી વધુ રન બનાવ્યા છે. 6. ભારતીય ટીમે વન-ડેમાં સતત 12મી વાર ટૉસ હાર્યો
ભારત પાકિસ્તાન સામે ટૉસ જીતી શક્યું નહીં. આ સાથે, ભારતીય ટીમે ODIમાં સતત 12મી વખત ટૉસ હારી ગયો. કેપ્ટન રોહિત શર્મા 2023ના ODI વર્લ્ડ કપ પછી એક પણ ટૉસ જીતી શક્યો નથી. આ પહેલાં, નેધરલેન્ડ્સે માર્ચ 2011 થી ઑગસ્ટ 2013 સુધી 11 ટૉસ હારી હતી. 7. કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રીજા ક્રમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો
વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગને પાછળ છોડીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેના હવે 27,503 રન છે. હવે કોહલીથી આગળ કુમાર સંગાકારા અને સચિન તેંડુલકર છે. પોન્ટિંગના નામે 27483 રન છે. IND-PAK મેચ સંબંધિત આ સમાચાર પણ વાંચો… 1. ભારતની જીતથી પાકિસ્તાન લગભગ બહાર: કોહલીની ‘વિરાટ’ ઇનિંગ, કરિયરની 51મી ઈન્ટરનેશનલ સેન્ચુરી ફટકારી; PAKને 6 વિકેટથી હરાવ્યું ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું છે. આ સાથે, ટીમે 2017 ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં 180 રનની હારનો બદલો લીધો. રવિવારે દુબઈમાં પાકિસ્તાને 241 રન બનાવ્યા. ભારતે 42.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. સંપૂર્ણ સમાચાર વાંચો… 2. ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાનીઓ ભડક્યા: એક ચાહકે કહ્યું- ખેલાડીઓ ભલામણથી આવી રહ્યા છે, બધાની પોત-પોતાની ટશનબાજી છે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સતત બીજી જીત મેળવી છે. ટીમે પાકિસ્તાનને એકતરફી મેચમાં 6 વિકેટથી હરાવી દીધી છે. રવિવારે મળેલી હારથી પાકિસ્તાની ફેન્સમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. થોડા ફેન્સે તો ટીમમાં જૂથવાદ હોવાનો આરોપ પણ લગાવ્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો… 3. પંડ્યાએ બાબરને આઉટ કરીને ટાટા…બાય…બાય… કર્યું: અક્ષરના ડાયરેક્ટ હિટ સામે ઇમામ ટૂંકો પડ્યો, કોહલીએ પાકિસ્તાની ખેલાડી સામે ખેલદિલી બતાવી; મેચ મોમેન્ટ્સ ચેમ્પિયન્સ ટ્રોફીના મહામુકાબલામાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું. દુબઈ સ્ટેડિયમમાં વિરાટની સદીને કારણે ટીમે 42.3 ઓવરમાં 242 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો. કુલદીપ યાદવે 3 વિકેટ લીધી. રવિવારે ઘણી રસપ્રદ મોમેન્ટ્સ જોવા મળી. સંપૂર્ણ સમાચાર વાંચો…