back to top
Homeદુનિયાયુક્રેનમાં રાષ્ટ્રપતિ પદ છોડવા ઝેલેન્સકી તૈયાર:રશિયાને કેદીઓની આપ-લેની ઓફર કરી; રશિયા કુર્સ્કમાં...

યુક્રેનમાં રાષ્ટ્રપતિ પદ છોડવા ઝેલેન્સકી તૈયાર:રશિયાને કેદીઓની આપ-લેની ઓફર કરી; રશિયા કુર્સ્કમાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢશે

રશિયા-યુક્રેન યુદ્ધના ત્રણ વર્ષ વીતી ગયા છે. આ પ્રસંગે યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે તેઓ શાંતિ માટે કંઈ પણ કરવા તૈયાર છે. જો રાજીનામું આપવાથી શાંતિ મળે અથવા યુક્રેનને નાટોનું સભ્યપદ મળે તો તેઓ રાજીનામું આપવા તૈયાર છે. આ સાથે તેમણે કહ્યું કે જો રશિયા બધા યુક્રેનિયન કેદીઓને મુક્ત કરે છે તો યુક્રેન પણ આવું જ કરવા તૈયાર છે. શરૂઆત કરવાની આ એક સરસ રીત છે. બીજી તરફ, રશિયાનું કહેવું છે કે તેણે યુક્રેન અને રેડ ક્રોસ સાથે એક કરાર કર્યો છે, જેના હેઠળ તે કુર્સ્કમાં ફસાયેલા તેના નાગરિકોને બહાર કાઢશે. આ લોકોને બેલારુસ સરહદ દ્વારા બહાર કાઢવામાં આવશે. રશિયન અધિકારી તાત્યાના મોસ્કાલ્કોવાએ જણાવ્યું હતું કે ગયા વર્ષે ઓગસ્ટમાં રશિયાના કુર્સ્ક ક્ષેત્રમાં સંઘર્ષ ફાટી નીકળ્યા બાદ કેટલાક રશિયન નાગરિકો યુક્રેનના સુમી પ્રદેશમાં સરહદ પાર કરી ગયા હતા. ઝેલેન્સકીએ કહ્યું કે અમે ગેરંટી સાથે શાંતિ ઇચ્છીએ છીએ
ઝેલેન્સકીએ કિવમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ટ્રમ્પ કાયમ માટે નથી, પરંતુ રશિયા તરફથી ખતરો હંમેશા રહેશે. જ્યાં સુધી ટ્રમ્પ સત્તામાં છે ત્યાં સુધી પુતિન આપણા પર હુમલો નહીં કરે તેની અમને પરવા નથી. અમને શાંતિ અને એવી ગેરંટીની જરૂર છે જે ટ્રમ્પ અને પુતિનના ગયા પછી પણ ટકી રહે. ઝેલેન્સકીએ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને સંદેશ આપ્યો કે અમે અમેરિકા પાસેથી મળેલા 500 બિલિયન ડોલરને લોન માનતા નથી. હું 100 બિલિયન ડોલરને દેવું પણ નથી માનતો. બાઈડેન અને હું સંમત થયા કે તેમણે અમને મદદ કરી હતી. મદદને ઉધાર ન કહેવાય. ટ્રમ્પે કહ્યું હતું- ઝેલેન્સકી ચૂંટણી વિનાના સરમુખત્યાર છે
ટ્રમ્પે ગયા અઠવાડિયે ઝેલેન્સકીને સરમુખત્યાર કહ્યા હતા. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં ઝેલેન્સકીને એક મામૂલી હાસ્ય કલાકાર અને ચૂંટણી વિનાના સરમુખત્યાર તરીકે વર્ણવ્યા. ટ્રમ્પે એમ પણ કહ્યું કે યુક્રેનમાં ઝેલેન્સકીનું અપ્રવલ રેટિંગ ઘટીને માત્ર 4% થઈ ગયું છે. આ અંગે ઝેલેન્સકીએ કહ્યું હતું કે ટ્રમ્પ ખોટી માહિતી સાથે ગેરસમજમાં જીવી રહ્યા છે. યુદ્ધના 3 વર્ષ પૂર્ણ થવા પર રશિયાએ 267 ડ્રોનથી હુમલો કર્યો એક દિવસ પહેલા, રશિયાએ એક સાથે 267 ડ્રોન વડે યુક્રેન પર હુમલો કર્યો હતો. યુક્રેન યુદ્ધના ત્રણ વર્ષ પૂર્ણ થવાના એક દિવસ પહેલા જ આ હુમલો કરવામાં આવ્યો છે. યુક્રેનના વાયુસેના કમાન્ડના પ્રવક્તા યુરી ઇગ્નાટે જણાવ્યું હતું કે આ પહેલી વાર હતું જ્યારે રશિયાએ એકસાથે આટલા બધા ડ્રોન છોડ્યા હતા. યુક્રેનિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, ખાર્કિવ, પોલ્ટાવા, સુમી અને કિવ સહિત ઓછામાં ઓછા 13 શહેરોમાં ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. યુક્રેનિયન સેનાએ દાવો કર્યો હતો કે રશિયાએ 3 બેલિસ્ટિક મિસાઇલો પણ છોડી હતી. રશિયાના હુમલા પછી, ઝેલેન્સકીએ એક નિવેદનમાં લખ્યું – યુદ્ધ ચાલુ છે. તેમણે પ્રદેશમાં શાંતિ સ્થાપિત કરવામાં મદદ માંગી. તેમણે દાવો કર્યો હતો કે આ અઠવાડિયે રશિયાએ યુક્રેન પર 1,150 ડ્રોન, 1,400 બોમ્બ અને 35 મિસાઇલો છોડ્યા છે. હુમલાની 4 તસવીરો… આ હુમલામાં બે લોકોના મોત થયાના અહેવાલ છે. બીબીસીના જણાવ્યા અનુસાર, આ હુમલામાં ઘણી ઇમારતોને નુકસાન થયું છે. ઇમરજન્સી સર્વિસ અનુસાર, અત્યાર સુધીમાં આમાં 3 લોકો ઘાયલ થયા છે. કેટલાક અહેવાલો અનુસાર, ખેરસનમાં બે લોકોના મોત થયા છે. જોકે, હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. આ ઉપરાંત ક્રિવી રીહમાં પણ એક વ્યક્તિનું મોત થયું છે. ક્રાયવી રીહ એક ઔદ્યોગિક શહેર છે જ્યાં યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીનો જન્મ થયો હતો. આના જવાબમાં યુક્રેને પણ રશિયા પર હુમલો કર્યો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે યુક્રેને 20 ડ્રોનથી હુમલો કર્યો હતો. પરંતુ તેમણે બધા ડ્રોનને તોડી પાડ્યા છે. યુક્રેનનો 138 ડ્રોન તોડી પાડવાનો દાવો યુક્રેનના સંરક્ષણ દળોએ દાવો કર્યો હતો કે તેમણે 138 ડ્રોન તોડી પાડ્યા છે. જ્યારે 119 ડિકોય ડ્રોન હતા. ડેકોય ડ્રોન સશસ્ત્ર નથી. આનો ઉપયોગ દુશ્મનનું ધ્યાન ભટકાવવા માટે થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments