વડોદરા મહાનગરપાલિકા અને વુડા દ્વારા સંયુક્ત રીતે રૂપિયા 25 કરોડના ખર્ચે બહુમાળી બિલ્ડિંગમાં આગ બુઝાવવાની કામગીરી કરી શકે તે માટે ફિનલેન્ડથી લીધેલા હાઈડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ ઐરાવતનું આજે સ્ટેશન વાસણા-ભાયલી રોડ ફાયર સ્ટેશન ખાતે મુંબઈથી આવેલા કંપનીના એન્જિનિયરો દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકા પાસે અત્યાર સુધી 41 હાઈડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ એટલે સ્નોરકેલ હતું. પરંતુ તે ઉંચી બહુમાળી ઈમારતો પર હાયર ફાઈટિંગ કરી શકવા સક્ષમ નથી. ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોટી બહુમાળી ઈમારતો બની રહી છે. અને મોટા પ્રમાણમાં શહેરમાં ડેવલોપમેન્ટ થઈ રહહ્યું છે. આ ઘટનાઓમાં પોહચી વસાવા આ અત્યાધુનિક મશીનરી વસાવવામાં આવી છે. બહુમાળી ઈમારતોમાં આગ કે દુર્ઘટના સમયે સક્ષમ રીતે ફાયર ફાઈટિંગ, રેસ્ક્યુ સહિતના કામગીરી કરી શકે તે માટે પાલિકા અને વુડા દ્વારા 25 કરોડના ખર્ચે 81 મીટર ઉંચાઈ સુધી કામગીરી કરી શકતું હાઈડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ ઐરાવતની ખરીદી કરવામાં આવી હતી. ઐરાવતને હાલ વાસણા- ભાયલી રોડ સ્થિત ફાયર સ્ટેશન ખાતે રાખવામાં આવ્યું છે. દર અઠવાડીયે તેનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. ત્યારે આજે મુંબઈથી કંપનીના એન્જિનિયરો આવ્યાં હતા. ત્યારે તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ અંગે વિભાગના અધિકારી પ્રવિણ સિસોદીવાએ કહ્યું હતું તું કે, દર અઠવાડીયે ઐરાવતનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. આજે મુંબઈથી એન્જિનિયરો ટેસ્ટિંગ માટે આવ્યા છે. તેઓ પાર્ટ સહિતનું ટેસ્ટિંગ કરી રહ્યાં છે.