સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરા શહેરની ગોલ્ડન ચોકડી પાસેથી એક પિસ્તોલ અને બે કારતુસ સાથે એક શખસને ઝડપી પાડ્યો છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે શસ્ત્ર અધિનિયમ કલમ: 25(1)(B)(a), 29, અને G.P અધિનિયમ: 135ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. જપ્ત કરાયેલ વસ્તુઓ આરોપીઓના નામ મકરપુરા ગામમાં વિદેશી દારૂ સાથે એક ઝડપાયો
વડોદરા શહેરના મકરપુરા ગામમાં આવેલ મકાનમાં પીસીબી પોલીસે રેડ કરી હતી. સ્થળ પરથી રૂ. 18 હજારના વિદેશી દારૂ સાથે એક શખસને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂ આપનાર મહિલા સહિત બે જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા. વડોદરા શહેરમાં ચાલતી વિદેશી દારૂ અને જુગારની ગેરકાયદે ચાલતી પ્રવૃતિ ઝડપી પાડવા પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યાર બાદ ફરતા ફરતા મકરપુરા ગામ ત્રણ રસ્તા પાસે આવતાં બાતમી મળી હતી કે મકરપુરા ગામ ડાહીબાનગર, મ.નં. 12માં રહેતો સુરેશ ટેબહાદુર થાપા પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો લાવ્યો છે અને હાલમાં છુટક વેચાણ કરી રહ્યો છે. જેથી પીસીબીની ટીમે બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી ત્યારે મકાનમાં સુરેશ ટેકબહાદુર થાપા મળી આવ્યો હતો. તેને સાથે રાખીને મકાનમાં તપાસ કરી હતી ત્યારે વિદેશી દારૂની બોટલો નંગ–129 કીમત રૂપિયા 18 હજાર તથા એક મોબાઇલ સાથે 28 હજારનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી માટે મકરપુરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો. જ્યારે થાપાને દારૂ પુરો પાડનાર એક મહીલા તથા ઈશ્વર નહીં મળી આવતા તેમને વોન્ટેડ જાહેર કરીને બંનેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.