અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફ વિશ્વને ટ્રેડ વોરમાં ધકેલવાના અને ટેરિફની ધમકી આપતાં રહી ઘણા દેશોના બિઝનેસ ડિલ કરવા મજબૂર કરવાનું ચાલુ રાખીને હવે ચાઈનાને ભીંસમાં લેવાના કરેલા નિવેદને અને અમેરિકામાં કન્ઝયુમર સેન્ટીમેન્ટ ડહોળાતાં અમેરિકી બજારો પાછળ આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર બે તરફી અફડાતફડી બાદ સામાન્ય ઉછાળા સાથે બંધ બંધ રહ્યું હતું. યુક્રેન મામલે ફરી વિશ્વ પર યુદ્વનો ખતરો ઊભો થતાં અને ટ્રમ્પની આક્રમકતા અમેરિકાને પણ આર્થિક મોરચે મુશ્કેલીમાં ધકેલી રહ્યાના અહેવાલોએ વૈશ્વિક ડામાડાળ સ્થિતિ વચ્ચે આજે સ્થાનિક સ્તરે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી કંપનીઓ માટે ઉદ્યોગે આવક વૃદ્વિના નબળા અંદાજો બતાવી આઉટલૂક નબળું રજૂ કરતાં અને ટ્રમ્પના ચાઈનાને ભીંસમાં લેવાના ડેવલપમેન્ટે આઈટી ક્ષેત્રે મોટા ડેવલપમેન્ટની આશંકાએ ફંડોએ આજે આઈટી શેરોમાં હેમરીંગ કર્યું હતું. અમેરિકાના જીડીપી – ફુગાવાના ડેટા આવવાના હોવાથી રોકાણકારો હાલ બુલિયન માર્કેટમાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. તેમજ છેલ્લા કેટલાક સમયથી નોંધાયેલી તેજીમાં પ્રોફિટ બુક કરતાં પણ જોવા મળ્યા છે. કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર અને આર્થિક અનિશ્ચિતતાઓના કારણે ડોલર ઈન્ડેક્સ નબળો પડ્યો હતો, જયારે વૈશ્વિક સ્તરે ક્રૂડઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.57% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.45% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેલિકોમ્યુનિકેશન, ઓટો, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, બેન્કેકસ અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4062 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2253 અને વધનારની સંખ્યા 1678 રહી હતી, 131 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 4 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 11 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 22582 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 22737 પોઈન્ટના પ્રથમ અને 22808 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 22474 પોઈન્ટ થી 22404 પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 22808 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 48723 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 49009 પોઈન્ટ પ્રથમ અને 49202 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 48606 પોઈન્ટ થી 48530 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 49202 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
સિપ્લા લિ. ( 1456 ) :- ફાર્મા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1430 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1417 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1473 થી રૂ.1480 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1488 ઉપર તેજી તરફી ધ્યાન…!!
ટાટા કોમ્યુનિકેશન્સ ( 1407 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1388 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1370 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1434 થી રૂ.1440 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
ભારતી એરટેલ ( 1638 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.1663 આસપાસ વેચવાલી થકી રૂ.1616 થી રૂ.1606 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1670 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
સન ફાર્મા ( 1613 ) :- રૂ.1636 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1644 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1597 થી રૂ.1585 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1650 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા…
મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ વોર અને આકરી બિઝનેસ નીતિઓથી વિશ્વના અન્ય દેશોમાં ટ્રેડવોરનો ભય પેદા કરી રહ્યા છે. રેસિપ્રોકલ ટેરિફ લાદ્યા બાદ હવે ફાર્મા કંપનીઓ પર તવાઈ લાવવાનો નિર્ણય લીધો છે. તેમણે ફાર્મા કંપનીઓને અમેરિકામાં દવાની આયાત પર લાગુ ઊંચા ટેરિફથી બચવા માટે પોતાના મેન્યુફેક્ચરિંગ યુનિટ અમેરિકામાં શિફ્ટ કરવા સલાહ આપી છે. ટ્રમ્પના આ નિર્ણયથી દેશની કુલ ફાર્મા નિકાસમાં 31%થી વધુ નિકાસ અમેરિકામાં કરતી ફાર્મા કંપનીઓને મોટું નુકસાન થઈ શકે છે. જો ટ્રમ્પ ઊંચો ટેરિફ વસૂલવાની વાત પર અડગ રહ્યા તો ભારતમાંથી નિકાસ થતી દવાની કિંમત અમેરિકામાં વધી જશે. આ નિર્ણય મોંઘવારીમાં વધારો કરશે, કારણકે અમેરિકામાં ભારત મોટાપાયે દવાઓનો પુરવઠો પૂરો પાડે છે. તેમની પાસે આવશ્યક મેન્યુફેક્ચરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. ઊંચા ટેરિફના કારણે દવાઓની કિંમતમાં વધારો થશે. ટેરિફ ઉપરાંત દવાઓની કિંમત નક્કી કરવામાં અમેરિકાની સરકાર હસ્તક્ષેપ કરશે તો ફાર્મા કંપનીઓને નુકસાન થઈ શકે છે. ટ્રમ્પનું ફાર્મા ક્ષેત્રે વલણ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી લિસ્ટેડ ભારતીય ફાર્મા કંપનીઓના શેર્સમાં અફરાતફરી જોવા મળી શકે છે.