ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સાતમી મેચ આજે બે વખતની વિજેતા ઓસ્ટ્રેલિયા અને 1998 ની ચેમ્પિયન સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. આ મેચ રાવલપિંડી સ્ટેડિયમ ખાતે બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં બંને ટીમ પહેલી વાર આમને-સામને થશે. વરસાદ મેચમાં વિક્ષેપ પાડી શકે છે. આજે અહીં વરસાદની શક્યતા 67% છે. બંને ટીમ આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની પહેલી મેચ જીતીને આવી રહી છે. ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને હરાવ્યું જ્યારે સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને હરાવ્યું. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 ઓસ્ટ્રેલિયા (AUS): સ્ટીવ સ્મિથ (કેપ્ટન), મેથ્યુ શોર્ટ, ટ્રેવિસ હેડ, માર્નસ લાબુશેન, એલેક્સ કેરી, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), ગ્લેન મેક્સવેલ, બેન દ્વારશીસ, નાથન એલિસ, સ્પેન્સર જોહ્ન્સન અને એડમ ઝામ્પા. સાઉથ આફ્રિકા (SA): ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાયન રિકેલ્ટન, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), રાસી વાન ડેર ડુસેન, એડન માર્કરામ, ડેવિડ મિલર, વેન મુલ્ડર, માર્કો યાન્સેન, કાગીસો રબાડા, કેશવ મહારાજ અને લુંગી એન્ગિડી. ,